asd
31 C
Ahmedabad
Friday, September 13, 2024

ખાખીને કલંકીત કરનાર ઇસરીના સંજય નામના પોલીસકર્મીને સસ્પેન્ડ કરતા SP, બુટલેગર સાથે લેતી-દેતીનો ઓડિયો-વિડીયો વાઇરલ


પોલીસ કોન્સટેબલ સંજયે ખાખીને લજવી, બુટલેગર સાથે દારૂની હેરાફેરી માટે 50 હજારની ડીલ કરતો ઓડિયો અને વિડીયો વાયરલ

Advertisement

પોલીસવડા સંજય ખરાત સુધી કોન્સટેબલનો વિડીયો, ઓડિયો પહોંચતા તાબડતોડ કર્યો સસ્પેન્ડ

Advertisement

અરવલ્લી જીલ્લામાં વહીવટદારોની બોલબાલા..!! જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મીઓ બુટલેગરો સાથેની ભાઈબંધીમાં સસ્પેન્ડ થઇ ચુક્યા છે

Advertisement

રાજસ્થાનને અડીને આવેલ અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે વિદેશી દારૂની બદી અટકાવવાની જેના માથે જવાબદારી છે તે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂના નફામાં થતા બમણા નફાની લાલચમાં બુટલેગરના વહીવટદાર બની જતા હોવાની સાથે બુટલેગરોની ચાલતી લાઈનને સુરક્ષા પણ પુરી પાડતા હોય છે ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સંજય રમણભાઈ નામના પોલીસકર્મીને બુટલેગર સાથેની ભાઈબંધી ભારે પડી છે બુટલેગર સાથે વિદેશી દારૂ ભરેલી કાર કઢાવવાનો સોદો કરતા વિડીયો અને ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે સસ્પેન્ડ કરતા ઈમાનદાર અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદ છવાયો છે.

Advertisement

ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સંજય નામનો કોન્સટેબલ વડથલી આઉટ પોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર પસાર થવા દેવા પચાસ હજાર રૂપિયાની લેવડ-દેવડ બુટલેગર સાથે નક્કી કરતો ઓડિયો અને વિડીયો સોશ્યલ મીડિયાના માધ્યમથી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સુધી પહોંચતા પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો છે અને આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!