38 C
Ahmedabad
Sunday, May 19, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે E FIR સેવાનો પ્રારંભ કરાવ્યો


કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે . ગૃહમંત્રી અમિત શાહે E FIR સેવાનો પ્રારંભ કરાવ્યો હતો . ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ‘ ત્રિનેત્ર ’ યુનિટનું પણ ઉદ્ધાટન કર્યું હતું . કાર્યક્રમને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે નરેન્દ્રભાઇના દૂરદર્શી નિર્ણયોથી ગુજરાતનો વિકાસ થયો છે . પોલીસ આધુનિક અને ટેકનોસેવી બની છે . પોલીસ સંવેદનશીલ પણ બની છે . ભવનથી પરિણામ આવતા નથી પરંતુ ભવનની અંદર ભાવના નાખવાની જરૂર છે . યાત્રાધામ , બંદરના કેમેરા કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ સાથે જોડવાની જરૂર છે . અમિત શાહે કહ્યું કે બસ સ્ટેશન , રેલવે સ્ટેશન પરના કેમેરાને પણ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ સાથે જોડવાની જરૂર છે . ફક્ત સાત હજાર કેમેરાથી સિમિત ન રાખવું જોઇએ . દેશના 96 ટકા પોલીસ સ્ટેશનને ઓનલાઇન કરવાનું કામ કરવામાં આવ્યું છે . કે શાહે કહ્યું કે ગુજરાત પોલીસની ગાથા પુસ્તક લખવા જેવી છે . ટૂંકા ગાળામાં ગુજરાત પોલીસમાં ઘણો ફેરફાર થયો છે . પોરબંદરનો દરિયાકાંઠો દાણચોરીથી ધમધમતો હતો . દાણચોરી કરવાની ચેનલો બંધ થઇ ગઇ છે . વધુમાં અમિત શાહે કહ્યું કે દ્રૌપદી મુર્મનું રાષ્ટ્રપતિ બનવું દેશ માટે ઐતિહાસિક ઘટના છે . આઝાદી બાદ પ્રથમવાર આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બને તે ગૌરવની વાત છે . ફક્ત શબ્દોના સાથીયા પુરવાથી આદિવાસીઓનો વિકાસ ન થાય . શાહે કહ્યું કે પોતાના ઘર પર તિરંગો ફરકાવી રાષ્ટ્રભક્તિની અભિવ્યક્તિમાં જોડાવું જોઇએ . છેલ્લા 20 વર્ષમાં ગુજરાત વધુ સુરક્ષિત થયાનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો . તેમણે કહ્યું કે , વરસાદની આપદામાં પણ ગુજરાત પોલીસ ખડેપગે રહી છે .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!