35 C
Ahmedabad
Thursday, April 25, 2024

ગુજરાત પોલીસને આપવામાં આવેલા બોડી વોર્ન કેમેરાનું અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરાયું


રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વધુ ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ કરાયું હતું. જેમાં ગુજરાત પોલીસને આપવામાં આવેલા 10,000 બોડી વોર્ન કેમેરાનું  અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરાયું  રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સુવિધા રાજ્ય સરકારની ટોચ અગ્રતા રહી છે ત્યારે નાગરિકોને રાજ્ય સરકારની તમામ સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં ગૃહ વિભાગ દ્વારા નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે અને ટેકનોલોજી આધારિત ચાર નવી સેવા – સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરથી ગુજરાત પોલીસના સીટીઝન ફર્સ્ટ એપ અને પોર્ટલ ઉપર e-FIR સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે ઉપરાંત CCTV કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો બીજી તરફ રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા અને આવા ગુનાઓનું ઝડપી ડિરેકશન થાય તેવા ઉદ્દેશ સાથે લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે 40 – જીપ અને 40 બાઈક મળી કુલ -80 વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. એટલું જ નહિ, ગુજરાત પોલીસને આપવામાં આવેલા 10,000 બોડી વોર્ન કેમેરાનું અમિત શાહ દ્વારા રાજ્ય વ્યાપી રોલ આઉટ કરવામાં આવ્યું હતું.

Advertisement

અમિત શાહના હસ્તે લોકાર્પણ થઈ આ ટેકનોલોજી 

Advertisement

• ગુજરાત પોલીસના ‘સીટીઝન ફર્સ્ટ’ એપ અને પોર્ટલ ઉપર e-FIR સેવા ઉપલબ્ધ કરાઈ , e-FIRની જાણ CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને થઈ જશે.
• ચોરાયેલા વાહનનો નંબર CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલમાં ફલેશ થતાં ગુનો ત્વરિત ડિકેક્ટ થઈ શકશે.
• CCTV કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ માટે રાજ્ય કક્ષાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ત્રિનેત્ર ખુલ્લું મૂકાયું.
• રાજ્યમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી સહિતના ગુનાઓ પર અંકુશ લાવવા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ માટે 80 વાહનોનું ફ્લેગ ઓફ કરાયું
•  ગુજરાત પોલીસને આપવામાં આવેલા 10,000 બોડી વોર્ન કેમેરાનું રોલઆઉટ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!