32 C
Ahmedabad
Saturday, April 20, 2024

મોડાસા લાયન્સ ક્લબની શપથવિધિ કાર્યક્રમ યોજાયો : પ્રમુખ લા.જનક જોષી, મંત્રી લા.જય અમીન અને તેમની ટીમ સેવાકીય કાર્યો માટે કટિબદ્ધ


કોરોના સંક્રમણ હોય કે પછી કુદરતી કે માનવસર્જીત આફત લાયન્સ ક્લબ સમગ્ર વિશ્વમાં મદદ માટે હંમેશા અગ્રેસર હોય છે મોડાસા શહેર સહીત અરવલ્લીમાં સેવાકીય કાર્યો માટે હંમેશા અગ્રેસર રહેતી અને સમગ્ર ડીસ્ટ્રીકટમાં આગવું સ્થાન ધરાવતી મોડાસા લાયન્સ ક્લબના વર્ષ-2022-23 ટીમનો શપથવિધિ કાર્યક્રમ લાયન્સ મંદીર મોડાસા ખાતે પાસ્ટ ડીસ્ટ્રીકટ ગવર્નર લાયન સુરેશભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ જલ્પા ભાવસાર, ઉદ્યોગપતિ હર્ષદ પંડ્યા,ભરતભાઈ જોષી,રીજિયોન ચેરમેન પ્રકાશ વૈદ્ય, ઝોન ચેરમેન કમલેશભાઈ અને અતુલભાઈ જોષીની ઉપસ્થિતીમાં યોજાયો હતો જેમાં વર્ષ-2022 નવનિયુક્ત પ્રમુખ જનક જોષીને પૂર્વ પ્રમુખ ગિરીશ પટેલે ગોલ્ડન પીન અર્પણ કરી હતી

Advertisement

લાયન્સ ક્લબ મોડાસાના મંત્રી તરીકે જય અમીન,ખજાનચી જીજ્ઞેશ પટેલ,ઉપપ્રમુખ તરીકે ભદ્રેશ ઉપાધ્યાય યુસુફભાઇ સુથાર,ર્ડો.મનીષ પટેલ, ટેમર તરીકે તપશ્રી બ્રહ્મભટ્ટ અને ટેઈલ ટ્વીસ્ટર તરીકે ખીલન પટેલે શપથ ગ્રહણ કર્યા હતા નવનિયુક્ત ટીમે “સર્વ વીથ પ્લેઝર” સ્લોગન સાથે સેવાકીય કાર્યો માટે શહેર અને જીલ્લામાં અગ્રેસર રહેશેનું જણાવ્યું હતું

Advertisement

લાયન્સ ક્લબ મોડાસાની ટીમને લાયન્સ કમલેશ પટેલ, ર્ડો.જીતેન્દ્ર પટેલ, ર્ડો.ટી.બી.પટેલ પરેશ શાહ,ર્ડો.જીજ્ઞેશ સુથાર, વીનોદ પટેલ,ગિરીશ પટેલ,ભાવેશ જયસ્વાલ, કનુ પટેલ,સુરેશ પટેલ,મનુભાઈ પટેલ, રામભાઈ પટેલ, નવીનભાઈ રામાણી, ઇન્દ્રવદન બ્રહ્મભટ્ટ, પ્રવીણ પરમાર સહીત લાયન્સ ક્લબના સદસ્યોએ અભિનંદન પાઠવ્યા હતા શપથવિધિ કાર્યક્રમનું સફળ સંચાલન ભાવેશ જયસ્વાલ, મનુ પટેલ અને પરેશભાઈ શાહે કર્યું હતું

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!