27 C
Ahmedabad
Wednesday, April 24, 2024

સાબરકાંઠા : વિજયનગરના ખેરોલ ગામનો આર્મી જવાનને અશ્રુભીની આંખે અંતિમ વિદાય,ગાર્ડ ઓફ ઓનર અપાયું, વિર જવાન અમર રહોના નારા


વિજયનગર નાં ખરોલ ગામે પાર્થિવ દેહ ખરોલ ગામે આવી પહોંચતા આખું ગામ ગમગીન બની ગયું, જુઓ VIDEO

Advertisement

પ્રવિણકુમાર પટેલીયા નો પાર્થિવ દેહ ખરોલ પૈતૃક ગામ પહોંચતા જ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

Advertisement

“કર ચલે હમ ફિદા જાને તન સાથીઓ, ….અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ….આવું જ વાતાવરણ બન્યું જ્યારે પટેલિયા પ્રવિણકુમાર મૃતદેહ આસામ થી હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યાર બાદ સડક માર્ગે તેમના વતન વિજયનગર તાલુકાના ખરોલ ગામે લાવવામાં આવ્યો તેમજ ગામા આવતાની સાથે. તેમના સન્માનમાં દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું હતું, ત્યારે સૌની આંખો ભીની થઈ ગઈ હતી.

Advertisement

ખરોલ ગામના પ્રવિણકુમાર કાંતિભાઈ પટેલીયા આસામ 1889 ભ્રમસ્ત્ર લાઈટ રેજીમેન્ટ માં નાયક પોતાની ફરજ બજાવતા હતા પ્રવિણકુમાર ને ફરજ દરમિયાન બીમાર હોવાથી ગૌહાટી મિલેટરી હોસ્પિટલમાં માં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં જ્યારે તેમના મૃત્યુના સમાચાર ઘરે પહોંચ્યા તો પરિવાર માં હોશ ઉડી ગયા.આખા પરિવારની હાલત કફોડી બની ગઈ હતી છે.આસામ થી પ્રવિણકુમાર ના મૃતદેહને હોસ્પિટલમ માંથી એમની રેજીમેન્ટ માં લાવવામાં આવ્યો ત્યારબાદ સૈનિકોની દેખરેખ હેઠળ મૃતદેહ હવાઈ માર્ગે અમદાવાદ અને ત્યાંથી રોડ માર્ગે માદરે વતન લાવવામાં આવ્યો હતો જવાનનો મૃતદેહ ગામમાં આવી પોહચતા સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Advertisement

ભારતના લાલની અંતિમ ઝલક માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયો હતો, સૌની આંખો ભીની થઈ ગઈ હતી. એમના અંતિમ દર્શન થતાં જ બાળકો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓના આંસુ પણ ટપકતા હતા.જયારે એમની અંતિમ યાત્રા નીકળી ત્યારે “પ્રવિણકુમાર અમર રહો”જબ તક સૂરજ ચાંદ રહેગા,પ્રવીણકુમાર તેરા નામ રહેગા,ના નારા લગાવ્યા હતા.

Advertisement

આ સાથે ત્યાં હાજર ડી.કે.તિવારી (પ્લાટૂંન કમાન્ડર) અશ્વિન પટેલ (હવલદાર)તેમજ અન્ય જવાનો હાજર સાથે સાથે વિજયનગર માજી સૈનિક સંગઠન સાથે જોડાયેલ માજી સૈનિકો પણ હાજર રહ્યા હતા હતા,તેમજ વિજયનગર તાલુકા પંચાયતના વિરોધ પક્ષ ના નેતા જીવાજી સંગાત પણ હાજર હતા જયારે ડી.કે.તિવારી ને જણાવ્યું હતું કે આ જવાન અમારા યુનિટમાં કોઈપણ કામ સોંપવમાં આવતું હતું તો ક્યારે પણ ના નથી પાડ્યું અને સૌથી પહેલા કામ કરતા હતા અને અમારા યુનિટમાં આ જવાના પ્રથમ નંબરે આવતા હતા આટલું કહેતા કહેતા એમના આંખો માંથી આંસુ થી સરી પડ્યા હતા , અને તમામ ની ઉપસ્થિત માં ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રધ્ધાંજલિ અર્પી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!