test
31 C
Ahmedabad
Wednesday, June 19, 2024

અરવલ્લીઃ બાયડના દખણેશ્વરમાં વીજપોલ બન્યો આધેડના મોતનું કારણઃ!! જવાબદાર કોણ??..


અરવલ્લી જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વીજતંત્રના અધિકારીઓ અને વીજ થોભલા ઉભા કરનારા ઇજારદારોની મિલીભગતના કારણે આમ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ઘણી જગ્યાએ વારંવારની ફરિયાદો છતાં ક્ષતિગ્રસ્ત વીજ પોલ બદલવામાં આવતા નથી.

Advertisement

આવી જ એક ઘટના બાયડ તાલુકાના દખણેશ્વર ગામે ઘટવા પામી છે વરસાદી માહોલમાં ક્ષતિગ્રસ્ત વિજ થાંભલો વીજ તંત્રની બેદરકારીના કારણેના બદલાતાં એક આધેડનું વીજપોલ પડવાથી મોત નીપજ્યું છે.

Advertisement

વધુ પ્રાપ્ત વિગતો મુજબ દખણેશ્વર ગામના રહીશ નરસિંહભાઈ જામાભાઈ પરમાર રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક વીજપોલ તુટી નરસિંહભાઈ ઉપર પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

Advertisement

વિજતંત્રની બેદરકારીના કારણે ક્ષતિગ્રસ્ત વિજ થાંભલો બદલવામાં ના આવતાં એક આધેડને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે મરનારના પરિવારે નરસિંહભાઈનું ઓચિંતુ મોત થતા આક્રંદ કરી મૂક્યો હતો ઘટનાની જાણ બાયડ પોલીસને કરવામાં આવતા બાયડ પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!