સાબરકાંઠા LCB એ રોકડ રકમ તેમજ મોટર સાઇકલ સહિત 1,31,850/ નો મુદ્દામાલ જપ્ત
Advertisement
સાબરકાંઠા એલસીબી ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જુગારની બાતમી મળતા ઇડરના સૂરપુરા ગામની સીમમાં દરોડો કર્યો હતો.ગામ ની સીમ મા આવેલ આંગણવાડી પાસે ના ખુલ્લા મેદાનમાં ગોળ કુંડાળું કરી કેટલાક ઈસમો ગંજીપાના નો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી ત્યારે જુગારીઓને કોડન કરી પકડી પાડવાનો પ્રયાસ કરતા તેઓ નાસી છૂટ્યા હતા જેમાંથી એકને દોડીને પકડી પાડ્યો હતો ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લી જગ્યાના મેદાનમાંથી 11,850 રોકડા તેમજ મોટરસાયકલ નંગ 6 તેમ કુલ મળી 1,31,850 નો મુદ્દા માલ જપ્ત કરી તે બાબતે 12 ઈસમો વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.