કોરોના વાઈરસ પછી વિશ્વમાં મંકીપોક્ષનો કહેર જોવા મળી રહ્યો છે, જેને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશને ચિંતા વ્યક્ત કરી છે, અને તકેદારી રાખવા પણ જણાવવામાં આવ્યું છે. મંકીપોક્ષના કહેરને ધ્યાનમાં રાખીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે.
વિશ્વના ઘણા દેશોમાં કહેર વર્તાવી રહેલી મંકીપોક્ષની બિમારીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાસચિવે જણાવ્યુ હતુ કે ઝડપથી ફેલાતો મંકીપોક્ષ વૈશ્વિક આરોગ્ય કટોકટીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે મંકીપોક્ષના પ્રકોપને આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય કહ્યો હતો. તેમણે કહ્યું હતુ કે મંકી-પોક્સનું જોખમ – જે નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે અને ફ્લૂ જેવા લક્ષણો અને પરુથી ભરેલા ચામડીના જખમનું કારણ બને છે.