ગ્રામજનો એ લાશને કૂવામાંથી બહાર કાઢવામાં આવી
પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીAdvertisement
તલોદ તાલુકાના ભીમપુરા ગામની સીમમાં આવેલ ખેતરના કૂવામાંથી અજાણા યુવકની લાશ પડી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ગામ લોકો ના ટોળેટોળા એકઠા થયા હતા. આ અંગેની જાણ તલોદ પોલીસ ને કરાતા તલોદ પી.એસ.આઇ ટીમ સહિત ઘટના સ્થળે દોડી આવી હતા અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આશ્રય જનક વાતતો એ છે કે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હોવા છતાં લાશને ગ્રામજનોએ બહાર નીકાળી હતી અને ખાનગી વાહન મારફતે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
પોલીસે સમગ્ર તમામલે તપાસ કરતા યુવાનની લાશ તલોદ તાલુકાના કાબોદરી ગામના પરબતસિંહ પરમાર નામના યુવાનની હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનનું મોત હત્યા કે આત્મહત્યા તે હજુ ખુલાસો થયો નથી આ અંગે તલોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.