33 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી : e-FIR અને સાયબર ક્રાઈમ સેમિનારમાં મોડાસા કોલેજના વિદ્યાર્થીઓ સાથે પોલીસ અધિકારીઓનો સંવાદ, કાયદા-કાનૂન માર્ગદર્શ


મોડાસા કોલેજના ભામાશા હોલમાં જીલ્લા પોલીસતંત્ર અને વિદ્યાર્થીઓ વચ્ચે ઈએફઆઈઆર, સાયબર ક્રાઈમ, એનસડીપીએસ અને પોક્સો એક્ટ અંગે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં જીલ્લા કલેકટર નરેન્દ્ર મીણા, જીલ્લા પોલીસવડા સંજય ખરાત,પ્રો.શ્રોફ, સુભાષ શાહ તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં વિદ્યાર્થીઓને જીલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Advertisement

Advertisement

દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત રાજ્ય વ્યાપી Rolloute- Fir system નો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યએ ઈ-એફ.આઈ.આરની અનોખી પહેલ શરૂ કરી છે અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સોશ્યલ મીડિયાના ઉપયોગમાં સાવચેતી અંગે તેમજ સાયબર ક્રાઈમનો શિકાર બનતા કઈ રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ એનડીપીએસ એક્ટ અને પોક્સો એક્ટની સમજ આપી હતી આ સેમિનારમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યો હતો

Advertisement

Advertisement

ગુજરાત સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવતા અરવલ્લી જીલ્લામાં પોલીસ વિભાગ દ્વારા આ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે ગુજરાત પોલીસની સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપથી ગમે ત્યાંથી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદની કોપી પણ એપ પરથી મેળવી શકાય છે. 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે. નાગરીકોને ફરિયાદની તપાસની પ્રગતિ બાબતે SMS થી જાણ થશે.

Advertisement

સાયબર ક્રાઈમને લઇને જિલ્લા કલેક્ટર અને જિલ્લ પોલિસ વડાએ આપી માહિતી

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!