35 C
Ahmedabad
Thursday, April 25, 2024

દારૂબંધીના લીરેલીરા :માલપુર વનવિભાગ કચેરી કંપાઉન્ડમાં દારૂની ખાલી બોટલોનો ઢગલો, કચેરીમાં મહેફિલ જામતી હોવાની ચર્ચા થી ચકચાર


સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના દ્રશ્યો માલપુર
વનવિભાગની કચેરીમાં દારૂની મહેફિલ જામતી હોવાની ચાડી ખાઈ રહ્યા છે !!!!

Advertisement

Advertisement

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કહેવા પૂરતી રહી હોય તેમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ થતી હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્ર બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરી રહી છે ત્યારે માલપુર પરિક્ષેત્ર વન અધિકારી કચેરીના કંપાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીનનો જથ્થો પડ્યો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચકચાર મચી હતી માલપુરમાં રાત્રીના સુમારે વન વિભાગની કચેરીમાં દારૂની મહેફિલ જામતી હોવાની અને આ મહેફિલમાં કોણ કોણ સામેલ છે તે અંગે પોલીસ તપાસ કરે તેવી લોક માંગ પ્રબળ બની છે

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના માલપુરમાં દારૂની રેલમછેલ થતી હોવાનો મહત્વનો પુરાવો સામે આવ્યો છે અને પોલીસનો કોઈ ડરજ ન હોય તેમ દારૂનો વેપલો અને મહેફિલો જામે છે ત્યારે માલપુર વનવિભાગની કચેરીના પરિસરમાં વિદેશી દારૂની ખાલી બોટલોનો ઢગલો જોવા મળતા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા માલપુર વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દારૂની મહેફીલ માણે છે કે પછી અસામાજિક તત્ત્વો રાત્રીના સુમારે સરકારી કચેરી કંપાઉન્ડમાં પોલીસની નજરથી બચવા દારૂની મહેફિલ જમાવે છે કે તે અંગે ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

Advertisement

વનવિભાગની કચેરીના કંપાઉન્ડમાંથી વિદેશી દારૂની ખાલી બોટલોનો ઢગલો પડ્યો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધી ચીંથરેહાલ હાલતમાં હોય તેવો લોકો અહેસાસ અનુભવી રહ્યા છે પોલીસતંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા થાય છે ત્યારે વનવિભાગ કચેરીમાં ખાલી દારૂની બોટલો મળી આવતા આ અંગે શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!