35 C
Ahmedabad
Saturday, April 20, 2024

અમદાવાદમાં અત્યાર સુઘીનો સિઝનનો 24 ઈંચ વરસાદ નોંધાયો, વેસ્ટ ઝોનમાં સૌથી વધુ વરસાદ


અમદાવાદમાં ફરી બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બેથી ત્રણ દિવસ વિરામ લીધા બાદ શનિવારે ફરી રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી. અત્યાર સુધીમાં અમદાવાદમાં સિઝનનો સરેરાસ 24 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે અત્યારે સેટેલાઈ, બોડકદેવ, ઘાટલોડીયા, પ્રહલાદનગર અને એસજી હાઈવે આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે આજે વરસાદ જોવા મળ્યો હતો.

Advertisement

છેલ્લા 24 કલાકમાં 19.30 એમએમ વરસાદ અમદાવાદમાં સરેરાસ નોંધાઈ ચૂક્યો છે.જ્યારે અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ પૂર્વ પશ્ચિમ વિસ્તારોની વાત કરવામાં આવે તો ઈસ્ટમાં 621 એમએમ, વેસ્ટમાં 716 એમએમ, નોર્થ વેસ્ટમાં 543 એમએમ, સાઉથ વેસ્ટમાં 552 એમએમ તેમજ મધ્યઝોનમાં 605 એમએમ એવરેજ વરસાદ નોંધાયો છે. નોર્થ ઝોનમાં એવરેજ અત્યાર સુધીનો 466 એમએમ તેમજ અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો સાઉથ ઝોનની અંદર અત્યાર સુધીનો 658 એમએમ સરેરાસ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ 716 એમએમ વેસ્ટ ઝોનમાં નોંધાયો હતો. જ્યારે છેલ્લા 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ ઈસ્ટ ઝોનની અંદર પડ્યો હતો. વરસાદ 27 જુલાઈ સુધી અમદાવાદમાં પડે તેવી આગાહી કરવામાં આવી છે. સૌથી વધુ વરસાદ 10 તારીખના રોજ અમદાવાદમાં પડ્યો હતો. એક સાથે 10થી 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!