38 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લીઃ બાયડ બન્યું અમાસાજીક તત્વોનો અડ્ડો, પોલીસ મથક નજીક જ બે જુથની સામ-સામે મારામારી


અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે કથળી હોય તેવી ઘટનાઓ સતત ઘટી રહી છે જોકે સ્થાનિક પોલિસ શું કરે છે તે સવાલ છે. અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે પોલીસ મથક નજીક જ એક કોમના બે જૂથો વચ્ચે અથડામણ સર્જાયા બાદ નગરમાં ભયનો માહોલ સર્જાયો છે.

Advertisement

વધુ પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ નગરમાં પોલીસ મથક નજીક જ બે જુથોએ આમને સામને આવી જઈ લોખંડની પાઈપોથી મારામારી પર ઉતરી આવતાં બાયડ નગરમાં રહેતા લોકો વચ્ચે ભયનો માહોલ સર્જાયો છે. જાણવા મળ્યા મુજબ રૂપિયાની લેતી દેતી મામલે વારેણા અને દખણેશ્વર ગામના લોકો વચ્ચે આ અથડામણ થઈ હતી. જેમાં દખણેશ્વર ગામના નિર્ભય બુધાભાઈ નામના એક શખ્શને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!