33 C
Ahmedabad
Thursday, April 25, 2024

EXCLUSIVE : અરવલ્લી ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ ગાળવાનો ગૃહ ઉદ્યોગ, રોજીદ જેવો લઠ્ઠાકાંડ સર્જાય તો નવાઈ નહીં…!!! 18 હોમાયા


રોજીદ પંથકમાં ઝેરી દેશી દારૂ 18 લોકોને ભરખી જતા બાળકો અને મહિલાઓ સહીત ગામમાં રોકોક્કળ, ગામમાં માતમ છવાયો

Advertisement

કોણ કોને છાનું રાખે, કઠણ હ્રદયના લોકો પણ ભારે આક્રંદથી હાચમચી ઉઠે તેવી સ્થિતી

Advertisement

ગુજરાતમાં એકતરફ દારૂબંધીના બણગા ફૂકવામાં આવે છે પરંતુ અવારનવારે રાજ્યમાં થતા લઠ્ઠાકાંડ ગાંધીની ધરાને અપવિત્ર બનાવી રહ્યાં છે. બરવાળાના રોજીદ ગામમાં સર્જાયેલ સંભવિત લઠ્ઠાકાંડમાં 18 લોકોને ભરખી જતા હાહાકાર મચ્યો છે ત્યારે અરવલ્લી જીલ્લામાં દેશી દારૂની બનાવટમાં રાસાયણિક ખાતર,ઉંઘની ગોળીઓ સહીત નશાયુક્ત કેમિકલ વાપરવામાં આવતો હોવાથી ગમે તે ઘડીએ લઠ્ઠાકાંડ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

Advertisement

Advertisement

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી પોલીસતંત્ર માટે કમાઉ દીકરો બની રહી છે અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂ છૂટથી મળી રહ્યો છે જીલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ ગાળવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે મોડાસા શહેર સહીત જીલ્લામાં ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓનો વેપલો થઇ રહ્યો છે કેટલાય પરિવારો દેશી દારૂના ખપ્પરમાં હોમાઈ બરબાદીના પંથકમાં ધકેલાઈ ગયા છે.

Advertisement

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, અરવલ્લી જીલ્લામાંથી પસાર થતી માઝુમ,મેશ્વો અને વાત્રક નદીની કોતરોમાં અને રાજ્યમાં પંકાયેલા છારાનગરમાં સેંકડો દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે કેટલાક બુટલેગરો બમણી કમાણીની લાલચમાં દેશી દારૂની બનાવટમાં નવસારની સાથે યુરિયા,સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરો, ઓક્સિટોસિન ઇન્જેક્શન, અલ્પ્રાઝોલમ જેવી ઉંઘની ગોળીઓનો ઉપયોગ બિન્દાસ્ત કરી રહ્યા છે હદ તો ત્યારે થાય છે કે દેશી દારૂ પીનાર બંધારણી કીક મળી રહે તે માટે બેટરીના સેલનો પણ કેમિકલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે દેશીદારૂમાં કેમિકલનો ઉપયોગ જીલ્લામાં ગમે ત્યારે લઠ્ઠાકાંડ સર્જી શકે છે કેટલાય લોકો કેમિકલ યુક્ત દારૂ ગટગટાવી મોતના મુખમાં ધકેલાઈ ચુક્યા છે

Advertisement

દેશી દારૂ ગાળનાર બુટલેગરના જણાવ્યા અનુસાર
મોડાસા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની ગાળવાની ભઠ્ઠી ચલાવતા અને દેશી દારૂની રોજિંદી 1000 થી વધુ પોટલીઓ વેચનાર બુટલેગરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે દેશી દારૂ ચલાવવા માટે જે તે વિસ્તારના સ્થાનિક અધિકારી અને પોલીસ કર્મચારીઓને તેમના વિસ્તારમાં ચાલતા તમામ દેશી દારૂ વેંચતા બુટલેગરોના લિસ્ટ હોય છે ભારણ ભરાતા હોવાની સાથે દર મહિને જે તે વિસ્તારના આઉટપોસ્ટ માં ફરજ બજાવતા જમાદારને હપ્તો આપવો પડે છે એલસીબી,એસ.ઓ જી સહીત પોલીસતંત્રની અન્ય શાખાઓ દ્વારા પડતી રેડમાં કેટલીક રેડમાં તોડ પણ હજ્જારોમાં કરવો પડે છે ક્યારેક ઈમાનદાર અધિકારી અને જમાદાર હોય તો થોડા મહિના દેશી દારૂનો ધંધો બંધ કરી દેવો પડે છે પરંતુ આવા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ વધુ ટકતા ન હોવાથી જે તે એરિયામાં દેશી દારૂનું વેચાણ રાબેતા મુજબ ચાલુ થઇ જતું હોવાનું જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!