36 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી શાકભાજીની આવક ઘટતા ભાવ વધારો, કેટલાક રીટેલર રીંગ કરી ભાવ વધારાની રાવ


અરવલ્લી જિલ્લામાં શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે શાકભાજીના ભાવમાં વધારો ઝીંકાયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે, જેને લઇને 50 થી 60 ટકા શાકભાજીના ભાવમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મોંઘવારી વચ્ચે શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. મોટા ભાગની શાકભાજી 100 રૂપિયે કિલોના ભાવે વેંચાઈ રહી છે તો કંકોળા 200 રૂપિયાના ભાવે વેંચાય છે.

Advertisement

શાકમાર્કેટમાં હોલસેલર નક્કી કરેલા ભાવે ખરીદે છે, પણ રીંગ કરી રીટેલર ઊંચા ભાવે વેંચતા હોવાની રાવ
મોડાસા માર્કેટમાં શાકભાજીના આવક થઇ રહી છે, અને હોલસેલર શાકભાજીની ખરીદી કરે છે જો કે રેટેલ માં શાકભાજી વેંચતા વેપારીઓ રીંગ કરીને મનમરજી ભાવ લેતા હોવાની બૂમો ઉઠવા પામી છે, જેને લઇને શાકભાજીના રીટેલ ભાવ 100 રૂપિયા સુધી પહોંચી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં ચાર હજાર હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે, જેમાં દૂધી, ભીંડા, રવૈયા, ટામેટા સહિતના પાકો લેવાયો છે, જોકે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં શાકભાજી ઉતારવી મુશ્કેલ બની છે તો બીજી બાજુ કેટલાક વિસ્તારમાં શાકભાજીને પણ નુકસાન પહોંચવાની માહિતી મળી છે, જેને લઇને શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!