39 C
Ahmedabad
Tuesday, April 16, 2024

મોડાસા-શામળાજી સ્ટેટ હાઈવે પર ખાડા’રાજ’ , કોણ કરશે સમારકામ? વાહન ચાલકો પરેશાન


અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાઓનું ધોવણ થયું છે, કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત બિસ્માર બની છે તો સ્ટેટ હાઇવે ની પણ વાત ન કરી શકાય. શામળાજી-મોડાસા-ગોધરા-હાલોલ સ્ટેટ હાઇવે પણ વરસાદી ધોવાણમાં આવી ગયો છે, જેને લઇને વાહન ચાલકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મોડાસા થી શામળાજી વચ્ચે 1-1 ફૂટના ખાડા પડી જતાં અકસ્માતની ભીતી સેવાઈ રહી છે. સ્ટેટ હાઈવે હોવાથી ભારે વાહનો અહીંથી પસાર થતાં હોય છે પણ રોડ પર મોટા ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થઇ ચુક્યા છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસા અને ભિલોડા પંથકમાં ભારે વરસાદ અને ધીમી ધારે વરસાદને કારણે રસ્તાઓ બિસ્માર બની ગયા છે, જેમાં મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર ઠેર-ઠેર ખાડાઓથી નાના વાહન ચાલકોએ પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર ખાડાઓ પડવાથી અકસ્માત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે.

Advertisement

દર વર્ષે આ પ્રકારની સમસ્યાઓથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે આવા રસ્તાઓનું સમારકામ ક્યારે હાથ ધરવામાં આવશે તે પણ એક સવાલ છે. હાલ તો વાહન ચાલકો મહામુસીબતે સ્ટેટ  હાઇવ પર પસાર થવા મજબૂર બની રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!