35 C
Ahmedabad
Thursday, April 25, 2024

કેનેડામાં બંદૂકધારીએ ફૂટપાથ પર સૂતા બેઘર લોકોને નિશાન બનાવ્યા, અંધાધૂંધ ગોળીબારી


બ્રિટિશ કોલંબિયાના પશ્ચિમી કેનેડિયન પ્રાંતમાં સોમવારે મેટ્રો વાનકુવરના લેંગલી શહેરમાં ગોળીબારીની ઘટના સામે આવી છે. જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં સંડોવાયેલા એક શકમંદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એક બંદૂકધારીએ ફૂટપાથ પર સૂતા બેઘર લોકોને નિશાન બનાવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શકમંદને કસ્ટડીમાં લીધા બાદ આ મામલે તપાસ હાથ ધરી છે.

Advertisement

કેનેડિયન સમય અનુસાર સવારે 6.30 વાગ્યે બનેલી ઘટનામાં લેંગલી શહેરમાં અનેક ગોળીબાર થયા બાદ પોલીસે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી. શૂટરે ફૂટપાથ પર સૂતા બેઘર લોકોને નિશાન બનાવ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળના રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધા છે. કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હુમલામાં જાનહાનિની ​​સંખ્યા જણાવવી ખૂબ જ વહેલું છે.

Advertisement

વ્યસ્ત લેંગલી વિસ્તારમાં ફાયરિંગની ઘટનાઓ
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ એ જણાવ્યું હતું કે વ્યસ્ત લેંગલી વિસ્તારમાં ગોળીબારની ઘટનાઓ બની હતી અને લેંગલી ટાઉનશીપમાં પણ ગોળીબારની ઘટના નોંધાઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે તેમને હજુ સુધી જાનહાનિ વિશે માહિતી મળી નથી. પોલીસે સોમવારે સવારે આ વિસ્તારમાં ચેતવણી જારી કરીને લોકોને સંબંધિત વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપી હતી. પોલીસે શહેરના વ્યસ્ત વિસ્તાર તરફ જતા રસ્તાનો મોટો ભાગ બંધ કરી દીધો હતો.

Advertisement

પોલીસે એક શકમંદની અટકાયત કરી વધુ સંડોવણીની તપાસ હાથ ધરાઈ
પોલીસે પાછળથી બીજી ચેતવણી જારી કરીને કહ્યું કે એક શકમંદ કસ્ટડીમાં છે. પોલીસે એમ પણ કહ્યું કે આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સંડોવાયેલ છે કે તેની સાથે અન્ય કેટલાક લોકો હતા તે પણ તપાસવામાં આવી રહ્યું છે. લેંગલી વાનકુવરથી લગભગ 48 કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્થિત છે.

Advertisement

પાર્કમાં ગોળીબારમાં બેના મોત
આ ઉપરાંત આ સમયે યુ.એસ.માં લોસ એન્જલસમાં રવિવારે એક પાર્કમાં ગોળીબારમાં બે લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા પાંચ અન્ય ઘાયલ થયા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેણે કહ્યું કે જ્યારે પાર્કમાં ફાયરિંગ થયું, તે સમયે ત્યાં કાર શો ચાલી રહ્યો હતો. લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટએ જણાવ્યું કે ગોળીબાર સાન પેડ્રોના પેક પાર્કમાં થયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!