31 C
Ahmedabad
Thursday, April 18, 2024

પતિ પત્ની ઓર વો ? સુરતના સરથાણા વિસ્તારમાં થયેલ ફાયરિંગ મામલે આરોપી ઝડપાયો


પતિ પત્ની ઓર વો ? સુરતના સરથાણા વિસ્તારમાં થયેલ ફાયરિંગ મામલો મોર્નિંગ વોક પર નીકળેલ કાપડ વેપારી પર કરવામાં આવ્યું હતું ફાયરિંગ ઇજાગ્રસ્ત યુવકની પત્ની સાથે હતી આરોપીને મિત્રતા મહિલાનો પતિ હેરાન કરતો હોવાની વાત જણાવી હતી આરોપીને આરોપીએ બે ગુનેગારને આપી હતી 60 હજારમાં સોપારી આરોપી અનિલ કાકડીયાએ ધમકાવવા કરાવ્યું હતું ફાયરિંગ સરથાણા પોલીસે આરોપીની અનિલ કાકડીયાની કરી ધરપકડ ફાયરિંગ કરનાર રીઢા ગુનેગારોની પોલીસે આદરી શોધખોળ

Advertisement

સુરતના સરથાણા વિસ્તારમાં એક કાપડના વેપારી પર અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ફાયરિંગ કરાવનાર આરોપી અનિલ કાકડીયાને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી અને ફાયરિંગ કરનાર રીઢા ગુનેગારને પકડવા કવાયત હાથ ધરી હતી..

Advertisement

સુરતના સરથાણા વિસ્તારમાં વાલક ગામ તરફ જતા રસ્તા પર મોર્નિંગ વોક પર નીકળેલ હિરેન મોરડીયા પર બાઇક પર આવેલ બે અજાણ્યા ઈસમો દ્વારા ખભાના ભાગે ફાયરિંગ કરી ભાગી છૂટ્યા હતા જે અંગે સરથાણા પોલીસે જાનથી મારી નાખવાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે ગંભીર ગુનો હોય ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ સરથાણા, કાપોદ્રા, વરાછા અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટિમ તપાસમાં જોતરાય હતી

Advertisement

જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે આરોપી દ્વારા જે જગ્યા પર ફાયરિંગ કરવામાં આવ્યું તે જગ્યા પર એક હોન્ડા કંપનીની કારની શંકાસ્પદ અવર જવર જોવા મળી હતી જેને લઈને સરથાણા પોલીસે કારના નમ્બર આધારે અનિલ કાકડીયા નામના ઇસમને ઝડપી પાડી અટકાયત કરી હતી જેની ઊંડાણ પૂર્વક પૂછતાછ કરતા હકીકત સામે આવી હતી કે ઇજા પામનાર હિરેન મોરડીયાની પત્ની અર્ચના ઓનલાઈન ટ્રેડિંગનું કામ કરતી હોય અને આરોપી અનિલ સાથે મિત્રતા બંધાય હતી અને જેની જાણ હિરેનને થતા હિરેન દ્વારા પત્નીને હેરાનગતિ કરવામાં આવતી હતી જેને લઈને આરોપી અને ફરિયાદી બંને મિત્ર થતા હોય હિરેનને સમજાવવા કહેવામાં આવ્યું હતું

Advertisement

જોકે અનિલ દ્વારા રીઢા ગુનેગાર રાજુ વાઘજીયા અને લાલુ ઉર્ફે રણજિત તોમરને 60 હજારમાં હિરેનને ડરાવવા સોપારી આપી હતી જેને લઈને ફાયરિંગ કરવામાં આવ્યું હતું જોકે ગણતરીના દિવસોમાં સરથાણા પોલીસે આરોપી અનિલ કાકડીયાની ધરપકડ કરી બંને રીઢા ગુનેગારને પકડવા કવાયત હાથ ધરી હતી

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી પકડાયા બાદ જે હકીકત જણાવવામાં આવી જેમાં ફરિયાદીના પત્ની દ્વારા ઉશ્કેરણી બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હોવા છતાં કેમ મહિલાની ધરપકડ કરવામાં ન આવી તે અંગે પણ સવાલો ઉઠયા હતા જોકે હાલ સરથાણા પોલીસ સમગ્ર મામલે વધી તપાસ હાથ ધરી છે

Advertisement
Advertisement

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!