36 C
Ahmedabad
Tuesday, April 16, 2024

સવારના નાસ્તામાં ફટાફટ ઘરે બનાવો ‘Spring Onion Sandwich’, આ રીતે બનાવો ઘરે


આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની સેન્ડવિચ મળતી હોય છે. જામ સેન્ડવિચ, સિંગ સેન્ડવિચ, ચોકલેટ સેન્ડવિચ, ઘુઘરા સેન્ડવિચ..જેવી અનેક પ્રકારની સેન્ડવિચ બજારમાં મળતી હોય છે. સેન્ડવિચ ખાવાની બહુ જ મજા આવે છે. તો આજે અમે તમને સેન્ડવિચમાં એક નવી વેરાયટી બનાવતા શીખવાડીશું. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો સ્પ્રિંગ ઓનિયન સેન્ડવિચ.

Advertisement

સામગ્રી
4 બ્રેડ સ્લાઇસ
2 બાફેલા બટાકા
કટ કરેલી સ્પ્રિંગ ઓનિયન
લાલ મરચું
કાળા મરીનો પાઉડર
અજમો
જીરું
મીઠું
તેલ
બટર
લીલી ચટણી
ચાટ મસાલો

Advertisement

બનાવવાની રીત

Advertisement
  • સ્પ્રિંગ ઓનિયન સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
  • તેલ ગરમ થઇ જાય એટલે એમાં જીરું અને અજમો નાંખો અને તતડાવો.
  • પછી આમાં સ્પ્રિંગ ઓનિયન નાંખીને 5 થી 7 મિનિટ માટે થવા દો.સ્પ્રિંગ ઓનિયન તમને કટ કરતા ના ફાવતી હોય તો તમે યુટ્યુબમાં જોઇને શીખી શકો છો.
  • હવે આ મિશ્રણમાંથી બધુ પાણી બળી જાય ત્યાર પછી એમાં બાફેલા બટાકા નાંખો.
  • બટાકા નાંખ્યા પછી આમાં મરચું, મીઠું, ચાટ મસાલો, કાળા મરીનો પાઉડર નાંખીને આ મિશ્રણને બરાબર હલાવી દો.
  • મસાલો કર્યા પછી ગેસ બંધ કરી દો.
  • હવે બ્રેડની એક સ્લાઇસ લો અને એની પર બટર અને લીલી ચટણી લગાવો.
  • પછી એક ચમચીની મદદથી મસાલાને ચારેબાજુ મુકો અને બ્રેડની બીજી સ્લાઇસથી કવર કરી દો.
  • આ પ્રોસેસ થઇ જાય પછી મિડીયમ આંચ પર તવી ગરમ કરવા માટે મુકો.
  • તવી ગરમ થઇ જાય એટલે તેલ નાંખીને બ્રેડને કડક શેકી લો.
  • પછી ઉપરથી ચાટ મસાલો નાંખો.
  • તો તૈયાર છે સ્પ્રિંગ ઓનિયન સેન્ડવિચ.
  • આ સેન્ડવિચને ગરમા-ગરમ પીરશો.
  • આ સેન્ડવિચ ખાવાની તમને બહુ જ મજા આવશે. આ સેન્ડવિચ ટેસ્ટમાં ટેસ્ટી બને છે. આ સેન્ડવિચ વરસાદી માહોલમાં ખાવાની મજા પડી જાય છે.
  • આ સેન્ડવિચ બાળકોને પણ ભાવશે અને એ પણ હોંશેહોંશે ખાવા લાગશે. આ સેન્ડવિચનો મસાલો તમે સ્પાઇસી કરજો જેથી કરીને ટેસ્ટી વધારે લાગે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!