27 C
Ahmedabad
Wednesday, April 24, 2024

લઠ્ઠાકાંડ ના મુદ્દે હાઈકોર્ટના સીટિંગ જજનું પંચ બનાવી તપાસની માંગ કરતા કોંગી નેતા અર્જુન મોઢવાડિયા


બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડને લઇને રાજનીતિ શરૂ થઇ ચુકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ હાઈકોર્ટના સીટિંગ જજ હેઠળનું પંચ બનાવી તપાસની માંગ કરી છે.

Advertisement

અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દુર્ભાગ્ય પૂર્ણ વાત એ છે કે આ તો એકદમ ઝટકો આપીને 31 લોકોને આપણી વચ્ચેથી છીનવી લીધા છે, પરંતુ આ લઠ્ઠાકાંડનું ધીમું ઝેર સમગ્ર ગુજરાતમાં ફેલાવીને ગુજરાતના યુવાનોને નશાને લત લગાડવાનું કાવતરૂ છે. એલએસડી હોય, દવા હોય કે પછી લઠ્ઠો હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય આ બધું જ રોજે રોજ વેચાય છે, એટલું જ નહીં ગુજરાતના દરિયાકાંઠા અંદર 1.5 લાખ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ એન્ટ્રી પોઇન્ટ અને હબ ગુજરાત બન્યું છે લઠ્ઠાકાંડ રોજની ઘટના છે.

Advertisement

રાજ્ય સરકારને અર્જુન મોઢવાડિયાએ વિનંતી કરી હતી કે હાઇકોર્ટના સીટિંગ જજ હેઠળનું પંચ બનાવે, એની પેનલનો ત્રણ મહિનાની અંદર જ આ લઠ્ઠાકાંડનો અહેવાલ આપે અને એના આધારે ભવિષ્યની અંદર નશાબંધી જે નીતિ છે, તે પુન:વિચારણા કરે અને મજબૂત બનાવે, ગુજરાતની જનતાને આ નશાખોરીમાં ધકેલવાનું કાર્ય છે, તે બંધ કરે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી પેરેલ નશાની ઇકોનોમિક ચાલી રહી છે, અને તેનો વેપાર છે મિનિમમ બે લાખ કરોડ વાર્ષિક વેપાર થાય છે તેની ગેરકાયદેસર કમાણી ની અંદર વહીવટી તંત્ર તથા ભારતીય જનતા પાર્ટીના ઉચ હોદ્દેદારો અને ગાંધીનગરમાં બેઠેલા હોદ્દેદારો ના લાભાર્થી છે તપાસ પંચ દ્વારા આવા લોકોને શુ ભૂમિકા છે અને ભારતીય જનતા પાર્ટીના લોકોને શું ભૂમિકા હતી તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગણી અર્જુન મોઢવાડિયા કરી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ અને અમદાવાદ જિલ્લમાં કથિત લઠ્ઠાકાંડની ઘટના સામે આવી હતી, જેમાં કુલ 31 લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકો ગંભીર અસર થતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!