27 C
Ahmedabad
Thursday, April 25, 2024

રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો, સિવિલ હોસ્પિટલ તંત્રએ લીધા સેમ્પલ


મંકીપોક્સનો કહેર 70 દેશોમાં જોવા મળ્યો છે ત્યારે ભારતમાં પણ તેના કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં રાજકોટ ખાતે બે કેદીઓમાં આ લક્ષણો સામે આવતા ચિંતા વધી છે. સિવિલ તંત્રએ તાબડતોડ આ દર્દીઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે.

Advertisement

ભારતમાં દિલ્હી અને કેરળમાં આ રોગના 4 જેટલા દર્દીઓ નોંધાયા હોવાની વિગતો અગાઉ મળી હતી. જો કે, રાજ્યોમાં અત્યાર સુધી મંકીપોક્સના જૂજ કેસ છે. જો કે ગુજરાતમાં અત્યાર સુધી મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તેના લક્ષણો આ પ્રકારે સામે આવ્યા છે. જેમાં બે દર્દીઓને હાથમાં અછબડા જેવી ફોલ્લીઓ થી છે. આ લક્ષણો સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જો કે, આ પહેલા જ રાજકોટની અંદર મંકીપોક્સ સામે તકેદારીના ભાગ રુપે સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો છે.

Advertisement

હાથમાં ફોલ્લીઓ પરંતુ ડેન્ગ્યુની અસર હોવાનું તબીબોનું અનુમાન 
અત્યારે રાજકોટ આરોગ્ય તંત્ર દ્વારા બે દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે પરંતુ પ્રાથમિક રીતે બંને કેદીઓને ડેન્ગ્યૂની અસર હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભારતમાં 4 જેટલા કેસો સામે આવતા જ મહાનગરોમાં કેટલીક સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ પણ શરુ કરાયો છે. જેથી આ મામલે જો કોઈ આશંકા હશે કે રીપોર્ટ પોઝિટીવ આવે છે તો તાબડતોડ કેદીઓને દાખલ પણ કરવામાં આવી શકે છે. એક બાજુ કોરોના હાહાકાર ગુજરાતમાં મચાવી રહ્યો છે ત્યારે જો મંકીપોક્સ કેસ આવે છે તો ઘણી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

Advertisement

મંકીપોક્સના આ છે લક્ષણો
ચહેરા, હાથ, પગ, મોં અને જનનાંગો પર ફોલ્લા સાથે ફોલ્લીઓ થવી. તાવ આવવો. માથામાં દુખાવો થવો. થાક લાગવો. અસ્વસ્થતાની લાગણી અનુભવવી અને લસિકાગ્રંથીઓ પર ગાંઠો અને સોજો થવો.મોઢા, હાથ અને પગના પંજાના ભાગથી ચાઠા અને ચકામાં પડવાની શરૂઆત થાય જે ધીમે ધીમે અન્ય ભાગોમાં પ્રસરે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!