અરવલ્લી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. મોડાસાની કિડિયાદ સોસાટીમાં તસ્કરો ત્રાટક્યા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. બુધવાર વહેલી સવારે ચોરીની ઘટના ઘટી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું, જેમાં સોના-ચાંદીના દાગીના સહિતની ચોરી કરીને તસ્કરો પલાયન થઇ જતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ફરિયાદી મહિલાએ જણાવ્યું કે, વહેલી સવારે 4 વાગ્યા ઘટના બની હતી, જ્યાં તસ્કરો પ્રવેશ્યા અને તિજોરીનું તાળું તોડીને તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો પલાયન થઇ ગયા. ચોરીની ઘટનાની જાણ થતાં મોડાસા ટાઉન પોલિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
મોડાસા શહેરમાં હવે ચોરીની ઘટનાઓની શરૂઆત થઇ હોય તેવું લાગે છે. આ પહેલા પણ ચોરીની અનેક ઘટનાઓ ઘટી ચુકી છે ત્યારે પોલિસ પેટ્રોલિંગ વધારવાની સ્થાનિક લોકોએ માંગ કરી છે.