28 C
Ahmedabad
Friday, March 29, 2024

લ્યો બોલો… પછી કેવી રીતે બંધ થાય દારૂ.. ? વલસાડના SP મધરાત્રે રેડ કરતાં 1 PSI, 3 કોન્સટેબલ સહિત 20 ઝડપાયા


ગુજરાતમાં હાલ લઠ્ઠાકાંડ ની ઘટના સામે આવી છે, જેમાં કેટલાક ભ્રષ્ટ પોલિસ કર્મચારીઓના કારણે આવી ઘટનાઓ ઘટતી હોવાના આક્ષેપ પ્રતિ આક્ષેપો થઇ રહ્યા છે. બુટલેગરો પર કેટલાક પોલિસ કર્મચારીઓ આશીર્વાદથી આવા અડ્ડાઓ ચાલતા હોવાની પણ બૂમો ઉઠતી હોય છે આ વચ્ચે પોલિસનું માથુ શર્મથી નીચુ કરી દે તેની ઘટના સામે આવી છે.  વલસાડમાં પોલીસને દારૂની મહેફિલની જાણકારી મળતા રેડ પાડવા પહોંચી હતી. જેમાં દારૂની મહેફિલ માણતા એક પોલીસ સબ ઈન્સ્પેકર, ત્રણ કોન્સટેબલ સહિત 20 ઝડપાયા છે.

Advertisement

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે લઠ્ઠાકાંડની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવતાં પોલીસની વરદી પર એક ડાઘ લાગ્યો હતો. જો કે હવે દારૂબંધીની આબરૂ બચાવવા પોલીસ કામે લાગી ગઈ છે. પણ આ વચ્ચે પોલિસ પર વધુ એક ડાઘ લાગ્યો છે, જે કદાચ આ સમયે દૂર કરવો અશક્ય છે. વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પોલીસના ધ્યાને આવતા મોડી રાત્રે દરોડા પાડ્યા હતા.

Advertisement

વલસાડમાં આવેલી અતુલ સોસાયટીમાં મોડી રાત્રે જિલ્લાના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ પોલીસ કાફલા સાથે રેડ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં એક બંગલામાં દારૂની મહેફિલ માણતા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સટેબલ સહિત 20 લોકો ઝડપાયા હતા. પોલીસને મહેફિલમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલ્સ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!