31 C
Ahmedabad
Thursday, March 23, 2023

LML સપ્ટેમ્બર કરશે મોટો ધમાકો, EV સ્કૂટરની સામે આવશે પહેલી ઝલક


LML જે એક સમયે 2-વ્હીલર માર્કેટમાં ખૂબ જ પોપ્યુલર નામ રહી ચુક્યું છે. તે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સાથે ફરી એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે કંપનીએ ઓફિશિયલ રીતે કન્ફોર્મ કર્યું છે કે તે 29 સપ્ટેમ્બરે વિશ્વને તેના પહેલા ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોડક્ટની ઝલક બતાવશે. નોંધનીય છે કે કંપની ઈ-બાઈકની સાથે નવી કેટેગરી સાથે ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પ્રવેશ કરવા જઈ રહી છે.

Advertisement

ખુલાસો થઈ ગયો, પહેલા ઇ-બાઇક આવશે
અગાઉ LML ઇ-બાઇક સાથે માર્કેટમાં આવી રહી હોવાના અહેવાલો હતા, હવે કંપનીના વડા યોગેશ ભાટિયાએ જણાવ્યું છે કે LML 29 સપ્ટેમ્બરે તેની પહેલી પ્રોડક્ટનું અનાવરણ કરશે. તે માત્ર ઈ-બાઈક હશે, પરંતુ તે ભારતમાં ઉપલબ્ધ થનારી બાઇકથી અલગ હશે. આ ઈ-બાઈક યુરોપીયન સ્ટાન્ડર્ડની હશે અને ઇલેક્ટ્રિક હાઈપર બાઈક જેવી હશે.

Advertisement

સામાન્ય રીતે બજારમાં મળતી ઈ-બાઈક લિમિટેડ સ્પીડ સાથે આવે છે. તેમની ટોપ-સ્પીડ રેન્જ 25 થી 45 kmph ની આસપાસ રહેતી હોય, પરંતુ ઇલેક્ટ્રિક હાઇપરબાઇકમાં ગ્રાહકોને ઇલેક્ટ્રિક મોટરસાઇકલ કરતાં વધુ સ્પીડ અને રેન્જ મળે છે.

Advertisement

બાદમાં આવશે ઇલેક્ટ્રિક સ્કૂટર
હમણાં જ LMLને અધિગ્રહણ કરનાર યોગેશ ભાટિયાએ જણાવ્યું કે કે પહેલી પ્રોડક્ટ ટુંક સમયમાં જ લોન્ચ કરવાની કંપનીની યોજના છે. ઈ-બાઈકની સાથે કંપની એક ઈલેક્ટ્રિક સ્કૂટર પણ લાવશે, જે કમ્યુટ વ્હીકલ હશે.

Advertisement

LML EV ની કિંમત કેટલી હશે?
LML 29 સપ્ટેમ્બરે તેનું પહેલું ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરવા જઈ રહ્યું છે અને તેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો કે યોગેશ ભાટિયાએ સંકેત આપ્યો કે LML EV ન તો બહુ મોંઘું હશે કે ન તો બહુ સસ્તું. આવી સ્થિતિમાં અંદાજ લગાવી શકાય છે કે તેની કિંમત લગભગ 1 લાખ રૂપિયા હશે. તે જ સમયે કંપનીનું સૌથી મોટું ધ્યાન ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સમયને ઘટાડવા પર છે.

Advertisement

એપ્રિલમાં એલએમએલ ઇલેક્ટ્રિક જર્મનીની ઇરોકિટ એજી સાથે કરાર કર્યો હતો. બંને કંપનીઓ સંયુક્ત સાહસમાં ‘ઈલેક્ટ્રિક હાઈપરબાઈક’ બનાવવા માટે સંમત થઈ હતી. આ હાઇપરબાઇક હકીકતમાં સાઇકલ અને મોટરસાઇકલનું અનોખું મિશ્રણ હશે. તે પેડલથી ચાલતી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ હશે, જેમાં કોઈ પણ મહેનત વગર સાઈકલની જેમ પેડલ મારી શકાય છે. ઇલેક્ટ્રિક મોટરસાઇકલની જેમ તમે પણ હાઇ સ્પીડનો એક્સપિરિયન્સ તેમાં કરી શકશો. એવી અપેક્ષા છે કે તેની ઝડપ પ્રતિ કલાક 90 કિમી સુધી રહેશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!