35 C
Ahmedabad
Saturday, April 20, 2024

મધ્ય પ્રદેશમાં 2557 પદો પર સરકારી નોકરી, જુઓ પરીક્ષાની તારીખ અને જરૂરી માહિતી


સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. મધ્ય પ્રદેશ પ્રોફેશનલ એક્ઝામ બોર્ડ (MPPEB)એ ગ્રુપ બીના વિવિધ પદો પર બંપર નોટિફિકેશન જાહેર કર્યુ છે. આ ભરતી અભિયાનના માધ્યમથી કેટલાક વિભાગમાં 2500 કરતા વધારે ખાલી પદ ભરવામાં આવશે.

Advertisement

મધ્ય પ્રદેશ ગ્રુપ થ્રી ભરતી 2022 નોટિફિકેશન અનુસાર, ઓનલાઇન અરજી 1 ઓગસ્ટ 2022થી શરૂ થઇ જશે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ peb.mp.gov.in પર જઇને 16 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કરેક્શનની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2022 છે. યોગ્ય ઉમેદવારોની ભરતી, પરીક્ષાના આધારે કરવામાં આવશે.

Advertisement

MPPEB વેકેન્સી 2022
આ ભરતી (MPPEB Group 3 Recruitment 2022) અભિયાનના માધ્યમથી સબ એન્જીનિયર, ડ્રાફ્ટમેન અને અન્યના પદ માટે કુલ 2,557 ખાલી જગ્યા ભરવામાં આવશે, જેમાં 2198 પદ ડાયરેક્ટ માટે છે. 111 સંવિદા પદ માટે અને 248 બેકલોગ પોસ્ટ માટે છે.

Advertisement

ક્યારે અને ક્યા યોજાશે પરીક્ષા?
એમપીપીઇબી ગ્રુપ 3 ભરતી 2022 પરીક્ષા 24 સપ્ટેમ્બરથી આયોજિત કરવામાં આવશે. પરીક્ષા બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરના 2.30 વાગ્યાથી સાંજના 5.30 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારોએ પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા પરીક્ષા ખંડમાં રિપોર્ટ કરવાનું રહેશે. આ ભરતી પરીક્ષા ઇન્દોર, ભોપાલ, જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, નીમચ, રતલામ, સતનામ, મંદસોર, સાગર, ખંડવા, સિદ્ધિ અને રીવા જિલ્લામાં આયોજિત કરવામાં આવશે.

Advertisement

કોણ કરી શકે છે અરજી
ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધીના યોગ્ય ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી માપદંડ અનુસાર વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. પોસ્ટ વાઇઝ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની જાણકારી નોટિફિકેશનમાં જોઇ શકો છો.

Advertisement

એમપીપીઇબી ગ્રુપ ત્રણ ભરતીની અરજી ફી
જનરલ કેટેગરી અને અન્ય રાજ્યના ઉમેદવારોને 560 રૂપિયા અરજી ફી જમા કરાવવી પડશે. જ્યારે એસસી, એસટી, ઓબીસી અને પીડબલ્યૂડી ઉમેદવારો માટે 310 રૂપિયા અરજી ફી જમા કરાવવી પડશે જેમાં ઓનલાઇન પોર્ટલ ફી પણ સામેલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!