27 C
Ahmedabad
Saturday, April 20, 2024

કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આવી ભરતી, 15 ઓગસ્ટ પહેલા કરો અરજી


આઇસીએઆર-કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ઇડુક્કી, કેરળના વિવિધ પદો પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવી છે. વિષયના જાણકારી, કુશળ સહાયક કર્મચારી જેવા પદો માટે ઇચ્છુક ઉમેદવાર 16 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે.

Advertisement

KVK ભરતી 2022: કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ભરતીની ડિટેલ
પદનું નામ- સબ્જેક્ટ મેટર સ્પેશ્યાલિસ્ટ (બાગાયતી)- ઉમેદવારોએ કોઇ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી બાગાયતીમાં માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ યોગ્યતા પુરી કરી હોય.

Advertisement

પદનું નામ- કુશળ સહાયક કર્મચારી- ઉમેદવારોએ મેટ્રિક અથવા સમકક્ષ યોગ્યતા પુરી કરેલી હોવી જોઇએ.

Advertisement

કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પગાર ધોરણ
વિષય વસ્તુના જાણકાર- પગાર સ્તર 10- 56100 રૂપિયા
કુશળ સહાયક કર્મચારી- પગાર સ્તર-1- 18000 રૂપિયા

Advertisement

વય મર્યાદા
ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર, અરજી કરનારની ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઇએ. આ સિવાય કુશળ સહાયક સ્ટાફના પદ માટે વય મર્યાદા 18થી 25 વર્ષ વચ્ચે નિર્ધારિત કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ અને પીએચ ઉમેદવારોને આ આદેશ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

Advertisement

અરજી ફી
અરજી કરવા માટે બેન્કમાંથી 500 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, એસબીઆઇ (ભારતીય સ્ટેટ બેન્ક)માં તૈયાર કરવુ પડશે, જેને અરજી સાથે જોડવાનું રહેશે.

Advertisement

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભરતી 2022: અરજી કેવી રીતે કરી શકાય
ઇચ્છુક ઉમેદવાર નિર્ધારીત ફોર્મેટમાં વિધિવત હસ્તાક્ષરિત અરજી પત્રને પ્રમાણ પત્રની કોપી (અરજીમાં જોડવામાં આવેલ જન્મ પ્રમાણ પત્ર અને તસવીર) સાથે અધ્યક્ષ, ભાકૃઅનુપ-કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (બીએસએસ), સંધાનપારા, ઇડુક્કી જિલ્લા-685619, કેરળ પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે.

Advertisement

અરજી કરનારને લેખિત પરીક્ષા, કૌશલ્ય પરીક્ષા (કુશળ સહાયક સ્ટાફ) અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઇ શકો છો.

Advertisement

Nabardમાં પણ નીકળી ભરતી
નાબાર્ડે આસિસ્ટન્ટ મેનેજરના પદ પર ભરતી બહાર પાડી છે. આ ભરતી હેઠળ 170 જગ્યાને ભરવામાં આવશે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ nabard.org પર જઇને અરજી કરી શકે છે.અરજી કરવાની અંતિમ તારીખ 7 ઓગસ્ટ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!