40 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી : લઠ્ઠાકાંડ પછી પોલીસતંત્ર દેશી દારૂના વેપલો કરતા બુટલેગરો પર ત્રાટકી, બુટલેગરો પણ સચેત બન્યા, પ્રોહીના 30 થી વધુ કેસ


ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દેશી-વિદેશી દારૂનો વેપલો થઇ રહ્યો છે ગુજરાતનું યુવાધન હવે એમડી ડ્રગ્સ અને ચરસ ગાંજાના નશામાં સપડાઈ રહ્યું છે દેશી દારૂનું દુષણ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પરિવારનો ભરખી ગયું છે બોટાદ જીલ્લામાં લઠ્ઠકાંડની ઘટના પછી સરકાર અને પોલીસતંત્રના માથે માછલાં ધોવાઈ રહ્યા છે સમગ્ર રાજ્યમાં દેશી દારૂની ભઠ્ઠીઓ અને વેપલો કરતા બુટલેગરો પર તવાઈ બોલવી છે.

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર લઠ્ઠાકાંડ પછી હરકતમાં આવ્યું હોય તેમ બુટલેગરો પર ત્રાટકી રહી છે જીલ્લા પોલીસતંત્રએ 24 કલાકમાં 30 થી વધુ પ્રોહીબીશનના કેસ કર્યા છે જીલ્લામાં દેશી દારૂનો વેપલો કરનાર બુટલેગરો સચેત બનતા ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસ ખાલી હાથે પછી ફરી રહી છે મોટા ભાગની રેડ નીલ સાબિત થઇ રહી છે

Advertisement

જીલ્લાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનો વેપલો થઇ રહ્યો હોવાનું અને નદીના કોતર વિસ્તારો અને છારાનગરમાં હજ્જારો લીટર દારૂ ગાળવામાં આવી રહ્યો હોવાનું જગજાહેર છે દેશી દારૂની બદી સામે પોલીસતંત્ર, રાજકીય અગ્રણીઓ, ગામલોકો અને સામાજીક આગેવાનો ચુપકીદી સાધી લીધી હોય તેવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!