35 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લી : આ ગામના લોકો ચોમાસામાં કોઈ સ્વજનનું મૃત્યુ ન થાય તેવી પ્રભુને કેમ કરે છે પ્રાર્થના…!! જુઓ ડાઘુએ ઉતાર્યા VIDEO


અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ અનેક ગામડાઓમાં મૃતદેહને સ્મશાન સુધી લઇ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે મોડાસા તાલુકાના મુલોજ ગામમાં સ્મશાનમાં જવા માટે રસ્તાનો અભાવ હોવાથી ચોમાસાની ઋતુમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો મૃતદેહને સ્મશાને લઇ જતા જતા ડાઘુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે મુલોજ ગામના અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અમરાજી ખાતુજી વિસાતનું મોત થતા તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જતા કેડ સમા પાણીમાંથી પસાર થવું પડતા અંતિમવિધિમાં જોડાયેલ લોકો જીવતે જીવતે તો મારગ ન મળ્યો પણ મરતે મરતે પણ મારગ ન મળ્યો તે ન મળ્યો કહીં રહ્યા હતા.

Advertisement

જુઓ ડાઘુઓ કેવી રીતે લાકડા પહોંચાડી રહ્યા છે..

Advertisement

અરવલ્લી જિલ્લાના કેટલાય અંતરિયાળ ગામડાઓ તો હજુ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે. જિલ્લામાં જો ભારે વરસાદ થઈ જાય તો ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ પેદા થાય છે.આવા ગામડાઓ તરફ તંત્રનું ધ્યાન પણ જતું નથી અને સમસ્યાઓ જેમની તેમ જ રહે છે. મુલોજ ગામમાં રસ્તાની સુવિધા નહી હોવાથી લોકો ખેતરોમાંથી પસાર થઇને સ્મશાન સુધી જાય છે. શિયાળા અને ઉનાળામાં તો રસ્તો ખુલ્લો હોય છે પણ ચોમાસામાં વરસાદ પડે ત્યારે કાચો રસ્તો કીચડમય બની જાય છે. ગામલોકોએ જણાવ્યું કે, વારંવાર રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવતી નથી.

Advertisement

મુલોજ ગામમાં કોઈ સ્વજનન મૃત્યુ થાય ત્યારે ગામલોકોની ભારે દયનિય સ્થિતિ થઈ જાય છે. ગામના પાણીમાં ડૂબેલા રસ્તા પરથી જળમાર્ગે અંતિમયાત્રા કાઢવાનો વારો ડાઘુઓને આવે છે ત્યારે ગામડાઓમાં પણ વિકાસના પડછાયા પાડવા માટે સ્થાનિકોએ માંગ કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!