પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબરડેરીના લોકાર્પણના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમણે સાબરડેરીના આગેવાનોને યાદ કર્યા હતા. આ સાથે જ તેમણે મોડાસાના અને પીએમ મોદીના નજીકના ગણાતા રાજાકાકાને પણ યાદ કર્યા હતા. હવે કેટલાક લોકોને એવું થતું હશે કે આ રાજાકાકા કોણ છે, તો આપને બાતવી દઇએ કે જ્યારે પણ નરેન્દ્ર મોદી મોડાસા આવતા ત્યારે રાજાકાકાના ઘરે રહેતા તેમની સાથે સમય વીતાવતા હતા.
પીએમ મોદી સંઘના કામ માટે જ્યારે મોડાસા આવતા હતા ત્યારે સૌથી પહેલા રાજાકાકના ઘરે જ જતા હતા. નરેન્દ્ર મોદી જ્યારે રાજાકાકાના ઘરે આવતા ત્યારે તેઓ દૂધ અને રોટલી જમતા હતા, એટલું જ નહીં તેઓ રાજાકાકાના સાસુ અજીબાના હાથનું બનાવેલુ ભોજપ જમતા હતા,,, એટલું જ નહીં નરેન્દ્ર મોદી ખાસ ઇડલી બનાવવાનું પણ કહેતા હતા,, એક પ્રસંગ એવો હતો કે, જ્યારે નરેન્દ્ર મોદી જ્યારે રાજાકાકાનું જુના ઘરે સુરાના બંગલે આવ્યા હતા, ત્યારે તેઓ આરામ કરવા માટે પોતાના ઓરડામાં જતા હતા, ત્યારે મધુપુડામાંથી અચાનક મધમાખી નરેન્દ્ર મોદીને ડંખ મારી કરડી હતી,, તો નરેન્દ્ર મોદીએ અજીબાને પૂછ્યું કે, બા આ મધમાખી મારા જેવી થશે કે, હું એના જોવો થઇશ,,, ત્યારે અજીબાએ કહ્યું કે, બેટા તુતો વિશ્વનો મહાન નેતા બનીશ.
સાંભળો..
ક્યારેક બસમાં સવારી કરીને આવતા નરેન્દ્ર મોદી આજે દેશના વડાપ્રધાન તરીકે દેશનું ગૌરવ વધારી રહ્યા છે, પણ તેમની જુના મિત્રોને આજેપણ યાદ કરવાનું ભૂલતા નથી.