30 C
Ahmedabad
Tuesday, April 23, 2024

દુર્લભ વન્ય પ્રાણી “વનીયર” તાંત્રિક વિધિ માટે શીકાર કરનાર શિકારી ઝડપાયો : મેઘરજ RFO ડામોરે શિકારીને જેલ હવાલે કર્યો


અરવલ્લીની ગીરીમાળાઓમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે ધીરે ધીરે જંગલો નામશેષ થતા વન્ય પ્રાણીઓ માનવ વસવાટ તરફ ધસી આવતા હોય છે ત્યારે દુર્લભ અને નિશાચર પ્રાણીની શ્રેણીમાં આવતું વનીયર નામના પ્રાણીનો શિકાર મેઘરજ પંથકમાં થતા વનવિભાગ તંત્ર સફાળું જાગ્યું હતું અને ગણતરીના દિવસોમાં શિકારી પુનમનાથ જાફરનાથ મદારીને બાઈક સાથે દબોચી લીધો હતો હાલ મૃતક વનીયર પ્રાણીનો શિકાર તેનું માંસ ખાવા કર્યો હોવાનું રટણ કરી રહ્યો છે.

Advertisement

Advertisement

વનીયર પ્રાણીનો તાંત્રિક વિધિમાં ઉપયોગ થતો હોવાથી તેના હજ્જારો રૂપિયા ઉપજતા હોવાથી શિકારીઓ તેનો શિકાર કરવા રાત્રીના સુમારે જંગલોમાં ભટકતા હોય છે મેઘરજ આરએફઓ ડામોર બેને થોડા દિવસ અગાઉ તેમની રેન્જમાં વેનીયર પ્રાણીનો શિકાર થતા આ અંગે સઘન તપાસ હાથધરી વનીયાર પ્રાણીનો શિકાર કરનાર પુનમનાથ જાફરનાથ મદારી નામનો શિકારી વધુ વન્ય પ્રાણીનો શિકાર કરે તે પહેલા બાઈક સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

મેઘરજ આરએફઓ બેનના જણાવ્યા અનુસાર
નામશેષ થવાની કગારે ઉભેલ વનિયાર પ્રાણી શિડ્યુલ-2માં આવે છે વનિયારના શિકાર અંગે થોડા દિવસ પહેલા ગુન્હો નોંધાતા આ અંગેની તપાસ હાથધરી વનીયરનો શિકાર કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે વનિયારનો શિકાર ખાવા માટે કર્યો હોવાનું જણાવી રહ્યો છે

Advertisement

વાંચો વનીયર પ્રાણી વિષે
આ પ્રાણી એક સ્મૃત અને શરમાળ પ્રાણી હોય છે. તે મનુષ્યને કોઈ નુકસાન કરતું નથી. જે દેડકા, કાચીંડા જેવા જળચર પ્રાણીઓનો શકાર કરીને ખોરાક મેળવે છે. આ પ્રાણી દિવસે શહેરમાં વસ્તી અને વાહનોના ઘોંઘાટથી બહાર નીકળતું નથી. તે રાત્રિના સમયે જ બહાર નીકળે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!