39 C
Ahmedabad
Thursday, April 25, 2024

PM મોદીના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસનો ફાયદો ઉઠાવવાનો બુટલેગરોનો કીમિયો નિષ્ફ્ળ : મેઘરજ પોલીસે બે કારમાંથી લાખ્ખોનો શરાબ ઝડપ્યો


આજે ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરડેરીના 1030 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવા આવ્યા હતા તેમની સુરક્ષામાં લોંખડી બંદોબસ્ત ગોઠવાયો હતો જેમાં અરવલ્લી પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મીઓ પણ ખડેપગે ફરજ બજાવી હતી ત્યારે બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસનો ફાયદો ઉઠાવવાનો કીમિયો મેઘરજ પોલીસે નિષ્ફ્ળ બનાવી બે કારમાંથી 2.90 લાખથી વધુનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બંને કારમાં સવાર બુટલેગરો અંધારામાં ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

Advertisement

મેઘરજ પીએસઆઈ એચ.એસ.પરમાર અને તેમની ટીમે પેટ્રોલિંગ હાથધરી નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથધરાતા કારમાં વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરો રોડ પર સ્વીફ્ટ કાર અને બ્રેઝા કાર મૂકી ફરાર થઇ ગયા હતા મેઘરજ પોલીસે બંને કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની 2172 બોટલ કીં.રૂ.290400/- તેમજ બંને કાર મળી 10.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બંને કારમાં સવાર અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement

અરવલ્લી જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ માર્ગો પરથી વિદેશી દારૂની લાઈનો ચાલતી હોવાની ચર્ચા વચ્ચે મેઘરજ પોલીસે એક સાથે બે કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતા બંને કાર લાઈનની હોવાની પોલીસબેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે. આવી કેટલી ગાડીઓ પસાર થતી હશે તે એક સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!