આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ કાર્યક્રમો અરવલ્લી જિલ્લામાં આયોજિત કરાઈ રહ્યા છે. હાલ વરસાદી માહોલ છે આ વચ્ચે પર્યાવરણ બચાવો અને પર્યાવરણનું જતન થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. મોડાસાની સરકારી ઇજનેર કોલેજ દ્વારા પર્યાવરણના જતન માટેનો પ્રયાસ કરાયો હતો. આ માટે વૃક્ષોનું વાવેતર કરીને અનોખો સંદેશ આપ્યો હતો.
સરકારી ઈજનેરી કોલેજ, મોડાસા દ્વારા આઝાદીના 75 વર્ષ નિમિત્તે સમગ્ર કેમ્પસમાં મોટા પાયે વૃક્ષારોપણની ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી ઈજનેર કોલેજના કેમ્પસ માં કુલ 75 વૃક્ષો રોપવામાં આવ્યા હતા. આ સાથે જ પર્યાવરણ બચાવો અને પર્યાવરણનું જતન થાય તે માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. સરકારી ઇજનેર કોલેજની તમામ ફેકલ્ટની વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પર્યાવરણ બચાવવા માટે એક ડગલું માંડ્યું હતું.
હાલ આઝાદી કા અમૃત મહોત્સવને લઇને મોડાસામાં સ્વતંત્રા પર્વની ઉજવણી થવાની છે ત્યારે આ પહેલા પર્યાવરણ બચાવોનો સંદેશ આપી લોકોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ જી.ઈ.સી. દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં સંસ્થા ના આચાર્યશ્રી , સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.