30 C
Ahmedabad
Saturday, December 3, 2022
spot_img

મોડાસા ગ્રામ્ય PSI ની પત્રકારોને ગર્ભિત ધમકી બાદ ઈસરીના પોલિસ કોન્સ્ટેબલની હિંમત વધી, 3 થપ્પડ ઝીંક્યા


અરવલ્લી જિલ્લામાં પોલિસ જ્યાં દમ મારવાનો હોય ત્યાં દમ મારતી નથી ને પત્રકારો પર રોફ જમાવવાનો પ્રયાસ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પહેલા મોડાસા ગ્રામ્ય પીએસઆઈએ પત્રકારોને ગર્ભીત ધમકી આપી હતી, જેમાં જિલ્લા પોલિસ તંત્રએ કોઇ જ કાર્યવાહી નહીં કરતા ઈસરી પોલિસ સ્ટેશનના કોન્સ્ટેબલની હિંમત વધી અને પત્રકારને બે-ત્રણ લાફા મારી દેતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે ફરિયાદી પત્રકારે ઈસરી પોલિસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે.

Advertisement

ચોથી જાગીર પર પોલિસની તરાપ… !!!
PSI ની ગર્ભિત ધમકી પોલિસે કંઇ ન કરતા કોન્સ્ટેબલની હિંમત ત્રણ ગણી વધી…!!
પત્રકારો અને વકીલોને પોલિસ ન ગાંઠતી હોય તો અરજદારોને શું ગાંઠતી હશે તે એક સવાલ….?

Advertisement

મેઘરજ તાલુકાના ઈસરી પોલિસ મથકે ફરજ બાજવતા કોન્સ્ટેબલ અજીતભાઈ સુરજીભાઈ નામના પોલિસ કોન્સ્ટેબલે મેઘરજ તાલુકામાં ફરજ બતાવતા હિતેન્દ્ર પટેલ નામના પત્રકારને લાફો મારી દેતા પત્રકાર આલમમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઇને ફરિયાદી પત્રકારે ઈસરી પોલિસ મથકે લેખિતમાં અરજી આપી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, પત્રકાર હિતેન્દ્ર પટેલ ઇસરી પોલિસ મથકે સમાચાર માટે ફરિયાદની માહિતી લેવા માટે પહોંચ્યા હતા, તે સમય દરમિયાન પી.એસ.ઓ. ના ટેબલ નજીક બેઠેલા હતા, ત્યારે અચાનક અજીત નામનો પોલિસ કોન્સ્ટેબલ પત્રકાર પાસે આવી જાય છે અને કહેવા લાગ્યો કે, બધા પત્રકારો બહુ ફોર્મમાં ચાલો છો. એટલું જ નહીં પિત્તો ગુમાવનાર પોલિસ કોન્સ્ટેબલ કહેવા લાગ્યો કે, સસ્પેન્ડેડ પોલિસ કર્મચારી સંજય પત્રકારોને લીધે જ સસ્પેન્ડ થયો છે. આટલું કહીને પિત્તો ગુમાવનાર પોલિસ કોન્સ્ટેબલ અજીત ઉશ્કેરાઈ ગયો અને પત્રકારને માથાના ભાગે બે થી ત્રણ લાફા ઝીંકી દીધા અને અપશબ્દ બોલવા લાગ્યો હતો. સમગ્ર ઘટનાને લઇને ફરિયાદી પત્રકારે ઈસરી પોલિસ મથકે ફરિયાદ આપતા પોલિસે તપાસ હાથ ધરી છે.

Advertisement

સાંભળો ફરિયાદી પત્રકાર સાથે શું થયું…

Advertisement

જ્યાં જોર બતાવવાનું હોય ત્યાં જોર બતાવતા હશે કે શું…?
દેશી દારૂના અડ્ડા પર જોર બતાવે તો ખરું..!!
ઈસરી પંથક અને મોડાસા પંથકમાં દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવે તો સાચું..

Advertisement

કોણ છે સસ્પેન્ડેડ પોલિસ કોન્સ્ટેબલ સંજય..?
રાજસ્થાનને અડીને આવેલ અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાતો હોય છે. વિદેશી દારૂની બદી અટકાવવાની જેના માથે જવાબદારી છે તે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂના નફામાં થતાં બમણા નફાની લાલચમાં બુટલેગરના વહીવટદાર બની જતા હોવાની સાથે બુટલેગરોની ચાલતી લાઈનને સુરક્ષા પણ પુરી પાડતા હોય છે. આ વચ્ચે ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સંજય રમણભાઈ નામનો પોલીસકર્મી બુટલેગર સાથેની ભાઈબંધી સામે આવી હતી. બુટલેગર સાથે વિદેશી દારૂ ભરેલી કાર કઢાવવાનો સોદો કરતા વિડીયો અને ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઇને જીલ્લા પોલીસવડા સંજય ખરાતે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધો હતો., જેને લઇને મીડિચાએ અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા, ત્યારે આ બાબતનું અજીતને ઘણું જ દુ:ખ લાગ્યું હોઇ શકે એટલે તેના પેટમાં તેલ રેડાયું અને સંજયની વાત કરીને પત્રકારને લાફા મારી દીધા…

Advertisement

સંજય સસ્પેન્ડ થતાં અજીતના પેટલમાં કેમ તેલ રેડાયું, તેલ રેડાતા પત્રકારને લાફા માર્યા…!!
બુટલેગરો સાથે સંજય નામના પોલિસ કોન્સ્ટેબલની ભાઈબંધી સામે આવતા જિલ્લા પોલિસ વડાએ કાર્યવાહી કરી ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને પત્રકાર પર અજીત નામના પોલિસ કોન્સ્ટેબલે કરેલા ગેરવર્તનને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું સસ્પેન્ડેડ પોલિસ કર્મચારીનો ખાસ છે અજીત…? હજુ કેટલા પોલિસ કોન્સ્ટેબલની બુટલેગર સાથે ભાઈબંધી હશે… ? પત્રકારને લાફો મારતા અજીતે બકી દીધુ કે, તમારા લીધે આ બધુ થયું…. તો શું હજુ પણ બુટલેગરો સાથે કોઇની સાંઠ-ગાંઠ હશે …?  સંજયની બુટલેગર સાથે ભાઈબંધી સામે આવી હતી, ત્યારે જિલ્લા પોલિસ વડાએ તેને સસ્પેન્ડ કર્યો, તો અજીતના પેટલમાં તેલ કેમ રેડાયું તે પણ હવે એક સવાલ ઊઠી રહ્યો છે…

Advertisement

મોડાસા ગ્રામ્ય PSI સી.એફ.રાઠોડ ની પત્રકારોને ગર્ભિત ધમકી પર કાર્યવાહી ન થતાં કોન્સ્ટેબલની હિંમત વધી…?
થોડા સમય પહેલા મોડાસા ગ્રામ્ય પોલિસ મથકે ચિચણો ગામે દુધ મંડળીના વિવાદને લઇને કવેરજ કરવા પહોંચેલા પત્રકારો પર ગ્રામ્ય પીએસઆઈ સી.એફ.રાઠોડ ભળક્યા હતા અને કહ્યું હતું કે, ભાઈ મોબાઈલ બંધ કરો.. પત્રકારો હોય તો શું થયું…? સમગ્ર ગર્ભિત ધમકીનો વીડિયો પણ વાઈરલ થયો હતો, તેમ છતાં પોલિસે કોઇ જ કાર્યવાહી નથી કરી, જેને લઇને પોલિસ કોન્સ્ટેબલની હિંમત વધી.. શું કહ્યું હતું મોડાસા ગ્રામ્ય PSI એ તે પણ સાંભળો…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
625SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!