38 C
Ahmedabad
Friday, April 19, 2024

લઠ્ઠાકાંડની ઘટનાથી AAP મેદાને, ‘પોટલી નહીં, વીજળી આપો’ ના સુત્રોચ્ચાર સાથે અરવલ્લી કલેક્ટરને આવેદન પત્ર


બોટાદ જિલ્લામાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઇને આમ આદમી પાર્ટી આકરા મૂડમાં આવી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જિલ્લા આપ પાર્ટીના આગેવાનોએ મોડાસામાં રેલી યોજી ભારે સુત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરે આવેદન પત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો.

Advertisement

બોટાદ જિલ્લામાં લઠ્ઠાંકાડની ઘટનાને લઇને રાજકારણમા ગરમાવો આવી ગયો છે ત્યારે શામળાજી રોડ વિસ્તારમાં આપ પાર્ટી દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને પોટલી નહીં… વીજળી જોઇએ છે તેવા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો. લઠ્ઠાકાંડમાં 58 જેટલા લોકોના મોત નિપજ્યા હોવાનું આપ પાર્ટીએ જણાવીને આ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ગૃહરાજ્ય મંત્રીના રાજીનામાની પણ માંગ કરી હતી.

Advertisement

અરવલ્લી જિલ્લા આપ પાર્ટીએ જણાવ્યું કે, ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી,કોની રહેમ નજર હેઠળ દારૂનું વેચાણ થાય છે તેવી વાતો વચ્ચે સઘન તપાસ કરવાની માંગ કરીને દારૂબંધીનો કડક અમલ થાય તેવી પણ ઉગ્ર માંગ કરી હતી. લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવેલા લોકોના પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવે તેવી રજૂઆત સાથે કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!