31 C
Ahmedabad
Thursday, April 18, 2024

2008માં ઈકોનોમિક ક્રાઈસીસીનો માહોલ હતો ત્યારે મે ગિફ્ટ સિટીની કલ્પના કરી હતી : PM મોદી


2008માં ઈકોમિક ક્રાઈસીસીનો માહોલ હતો ત્યારે મે ગિફ્ટ સિટીની કલ્પના કરી હતી તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજ રોજ ગિફ્ટ-IFSCની મુલાકાત લઈ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)નું લોકર્પણ કર્યું હતું. ત્યારે આ સમયે તેમણે આ વાત કહી હતી.

Advertisement

ગિફ્ટ સિટીની પરીકલ્પનામાં દેશના લોકોની આકાંક્ષાઓ જોડાયેલી છે. ગિફ્ટ સિટીમાં ભારતના ભવિષ્યનું વિઝન અને સ્વર્ણિમ અતિતના સપનાઓ પણ જોડાયેલા છે. જાન્યુઆરી 2013માં જ્યારે ગિફ્ટ વનના ઉદઘાટન માટે આવ્યા હતા, ત્યારે લોકો તેને ગુજરાતની ઊંચી બિલ્ડીંગ કહેતા હતા પરંતુ ગિફ્ટ સિટી એવો આઈડીયા હતો જે સમયથી આગળ હતું.

Advertisement

2008 વર્લ્ડ ઈકોનોમિક્સ ક્રાઈસીસી હતો ત્યારે ભારતમાં પોલીસી પેરાલિસીસનો માહોલ હતો. એ સમયે કલ્પના કરી હતી. તમે કલ્પના કરો એ સમયે ગુજરાત નવું પગલું ગુજરાત વધારી રહ્યું હતું. મને ખુશી છે કે, આ આઈડીયા આજે આગળ વધી રહ્યો છે. ગિફ્ટ સિટી કોમર્સ ક્ષેત્રે મજબૂત ઓળખ બનાવી રહ્યું છે. વેલ્થ અને વિઝડમને સેલિબ્રેટ કરે છે. ગિફ્ટ સિટીમાં ભારત વિશ્વ સ્તરે સર્વિસ સેક્ટરમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર તેમજ ગિફ્ટ સિટી આ ત્રણેય 30 મિનિટના અંતરે છે.

Advertisement

અમદાવાદ એક ગૌરવશાળી ઈતિહાસનું શહેર છે. ગાંધીનગર પ્રશાસનનું કેન્દ્ર છે અને ગિફ્ટ સિટી અર્થતંત્રનું પ્રમુખ શહેર છે. એટલે કે તમે પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરની 30 મિનિટથી દૂર છો. ગિફ્ટ સિટી આપણા પ્રયાસોનો હિસ્સો છે. વાયબ્રન્ટ ફિનટેક સેક્ટરનો મતલબ રીફોર્મ અને રેગ્યુલેશ ક્ષેત્ર સુધી સમિત નથી આ બહેતર જીવન આપવાનું માધ્યમ છે. ગિફ્ટ સિટીમાંથી વેલ્થ ક્રીએશન થઈ રહયું છે. ગિફ્ટ સિટી જૂના આર્થિક ગૌરવને પ્રાપ્ત કરવાનો ગૌરવ છે. અહીંના લોકો માને છે કે, ભારતના લોકો વ્યાપાર અને વ્યવસાય માટે જઈ રહ્યા છે. તેમ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!