28.4 C
Ahmedabad
Friday, April 19, 2024

Shihab Chottur નું અરવલ્લીમાં ભવ્ય સ્વાગત : કેરળ થી 8600 કિ.મી. ચાલીને મક્કામાં હજ કરશે, ઠેર ઠેર પુષ્પવર્ષા, પોલીસ રક્ષણ


કેરાલાનો શિહાબ ચોત્તુરે નામનો યુવક મક્કા હજ પઢવા પદયાત્રાએ નીકળ્યો છે 2 જૂને નીકળેલ યુવાનનું ગુજરાતમાં હીરો જેવું સ્વાગત થઇ રહ્યું છે શુક્રવારે સાંજે શિહાબ ચોત્તુરે મહીસાગર જીલ્લામાંથી અરવલ્લી જીલ્લામાં પ્રવેશતા ઠેર ઠેર ઉમળકાભેર લોકોએ સ્વાગત કર્યું હતું કેટલાય દિવસોથી પદયાત્રા કરનાર યુવકને આવકારવા લઘુમતી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રોજનું લગભગ 25 કીલોમીટર અંતર કાપતો શિહાબ પોતાની સાથે બહુ હળવો સામાન નીકળ્યો છે.અને શનિવારે રાજસ્થાનમાં પ્રસ્થાન કરશે તેમ જણાવ્યું હતું

Advertisement

કેરાલાથી મક્કાની તીર્થયાત્રા પગપાળા નીકળેલ શિહાબ ચોત્તુરે 8,600 કિમીથી વધુનું અંતર કાપી પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત અને સાઉદી અરેબિયા પગપાળા થઈને તે 2023માં હજ માટે મક્કા પહોંચશે. મક્કા મદિનામાં હજ જવુ એ દરેક મુસ્લિમ બિરાદરની ઈચ્છા હોય છે. કેરાલાના એક યુવાન શિહાબે વર્ષો પહેલાની પરંપરા ફરીથી શરૂ કરી છે. આ યુવાનના મક્કા મદિના ચાલતા જવાના નિર્ણયને ભારે આવકાર મળી રહ્યો છે. હાલ યુવાન 2 જુને કેરાલાથી નીકળ્યો છે વિવિધ રાજ્યોમાંથી પગપાળા ચાલીને ગુજરાતમાં પહોંચતા લોકોનો ભારે આવકાર મળી રહ્યો છે.

Advertisement

અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી પસાર થતા શિહાબ ચોત્તુરેને માલપુર,મોડાસા, ટીંટોઈ સહીત અનેક સ્થળોએ મુસ્લિમ સમાજ દ્વારા પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું હજ માટે આટલી મોટી પગપાળા યાત્રા સફળ થાય તેવી દુઆઓ કરી હતી. શિહાબને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી હતી.

Advertisement

શિહાબ ચોત્તુરે તેની 8640 કીમી લાંબી પદયાત્રા અંગે શું કહ્યું વાંચો
શિહાબ ચોત્તુરે જણાવ્યું હતું કે તેને દેશમાં ભારે આવકાર મળી રહ્યો છે પરંતુ મક્કાની પદયાત્રામા અજાણ્‍યા વિસ્‍તારોની સફર તો ભારત છોડયા પછી થશે જે અત્‍યંત મુશ્‍કેલ અને જોખમ તથા તકલીફવાળી હશે. તેણે કહ્યુ કે, હું મારી સાથે કોઇ તંબૂ નથી લઇ જઇ રહ્યો. કેમ કે, દિવસના ચાલવાનો છુ અને રાત્રે મસ્‍જીદમાં સૂવાનુ પસંદ કરીશ. તેણે કહ્યુ કે, હું આઠ મહિનામાં 8640 કીલોમીટરનું અંતર કાપીને મક્કા પહોંચી જઇશ.

Advertisement

જુઓ શિહાબનો વીડિયો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!