26 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રની છત્રછાયામાં બાળકો નદીમાં ઉતરી જોખમી રીતે અભ્યાય અર્થે જવા મજબૂર


અરવલ્લી જિલ્લાના અંતરિયાળા વિસ્તારોમાં લોકોની સમસ્યાઓ હલ થવાને બદલે હજુ વિકટ બનતી હોય તેવું લાગે છે. અભ્યાસ કરવા જતાં બાળકોનો શું વાંક, પણ હવે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક માર્ગ મકાન વિભાગ તેમજ બાંધકામ વિભાગના આશીર્વાદથી બાળકો પરેશાન થઇ રહ્યા છે, પણ કોણ જાણે અધિકારીઓને કેમ કંઇ ચિંતા નથી તે એક સવાલ છે.

Advertisement

ભિલોડા તાલુકા ના જેશીંગપુર ગામે નદી પસાર કરવા માટે સ્થાનિક લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યા છે. જેશીંગપુર ગામે આવેલા દામા ફળિયા વચ્ચે એક નદી આવે છે, જ્યાંથી સ્થાનિક લોકોએ પાણીમાં ઉતરી નદી પસાર કરવી પડે છે. ચોમાસાના સમયે ઘણી જ તકલીફ પડે છે પણ અહીં કોઇ જવા આવવા તૈયાર નથી.

Advertisement

Advertisement

જેશીંગપુરમાં દામાં ફળિયા ના 50 ઘર ની વસ્તી ના લોકો અને નાના મોટા વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે શાળા-કોલેજ માં જવા માટે આ બે ગામ વચ્ચે આવેલ નદી પાર કરી જવું પડે છે. સમાન્ય દિવસોમાં અહીં વાંધો નથી આવતો પણ ચોમાસા ના સમયે નદી માં ભારે પાણી આવી જાય છે. આ સમયે વિદ્યાર્થીઓની અવર-જવાર બંધ થઈ જાય છે. પાણીનો પ્રવાહ એટલો બધો હોય છે કે, કમર સુધી પાણી પહોંચી જાય છે, જેથી જીવના જોખમે નદી પસાર કરવી પડતી હોય છે. આ ટૂંકો રસ્તો હોવાથી ગ્રામજનો અહીંથી જ પસાર થાય છે, જો બીજા ગામમાંથી જાય તો અંદાજે 10 કિ.મી ફરીને જવું પડતું હોય છે. જેશીંગપુર અને જેશીંગપુર દામાં ફળિયા વચચે આવેલ નદી પર પુલ બનાવવા માં આવે એવી વિદ્યર્થીઓ ની માગ છે.

Advertisement

સબ સલામત અને સબ સહી હૈ ના દાવા કરતું તંત્ર ક્યારે અહીં પહોંચશે તે એક સવાલ છે ત્યાં સુધી તો સ્થાનિક લોકોએ હાલાકીઓનો સામનો તો કરવો જ રહ્યો તેવું સ્પષ્ટ લા છે. સ્થાનિક લોકો બાળકોની ચિંતા કરનાર અને તેઓની તકલીફ કરનાર લોકોને શોધી રહ્યા છે, જેથી તેઓની સમસ્યાનું નિરાકરણ આવી શકે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!