32 C
Ahmedabad
Saturday, April 20, 2024

હૃદય દ્રાવક ઘટના : ધનસુરામાં પિતા-પુત્રી કુવામાં પડી જતા મોત, પિતા કુવામાં પાણી બતાવવા જતા સર્જાઈ કરૂણાંતિકા


અરવલ્લી જીલ્લાના ધનસુરા ગામનો યુવક તેની પુત્રી સાથે ગઢી માતાના મંદિર નજીક આવેલા તેમના ખેતરમાં ખેતી જોવા ગયા હતા ખેતરમાં રહેલા કુવામાં તેની દીકરીને પાણી બતાવવા જતા યુવકનો પગ લપસતા પિતા-પુત્રી બંને પાણીથી ભરેલા કુવામાં ખાબકતા બંનેનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી પિતા-પુત્રી કુવામાં ડૂબી જતા મોડાસા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ભારે જહેમત બાદ બંને મૃતકના મૃતદેહ બહાર કાઢતા ભારે ગમગીની છવાઈ હતી ધનસુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

ધનસુરા ગામમાં રહેતા રાહુલભાઈ હર્ષદભાઈ પટેલ અને તેમની નવ વર્ષીય પુત્રી ફેરી સાથે ગઢી માતાના મંદિર નજીક આવેલા તેમના ખેતરમાં ખેતીના કામકાજ અર્થે ગયા હતા તેમની પુત્રી ફેરીએ કુવામાં પાણી જોવા માટે કહેતા રાહુલભાઈ ફેરીને કુવામાં રહેલું પાણી બતાવી રહ્યા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતા પિતા-પુત્રી કુવામાં ખાબકતા આજુબાજુ થી લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા કુવામાં પાણી વધારે હોવાથી મોડાસા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડ ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પાણીથી છલોછલ ભરેલા કુવામાંથી ભારે જહેમત બાદ પિતા-પુત્રીની લાશ બહાર કાઢતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં શોકાગ્નિ છવાઈ હતી પિતા-પુત્રી કુવામાં ખાબક્યા હોવાની જાણ થતા ધનસુરા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ધનસુરા પોલીસે ચિંતન કિરીટભાઈ પટેલની જાહેરાતના આધારે જાણવાજોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!