28.4 C
Ahmedabad
Friday, April 19, 2024

લઠ્ઠાકાંડ વચ્ચે સુરતમાં ભાજપના નેતાઓ દારૂ પિતા કેમેરામાં કેદ થયા


ગુજરાતમાં દારૂ બંધીના લિરા લીરા લઠ્ઠાકાંડએ ઉડાડી દીધા છે.તેવામાં હવે ભાજપના જ નેતાઓ પણ દારૂ બંધીની હકીકત દર્શાવી રહ્યા છે.સુરતમાં ભાજપના બે આગેવાનો દારૂ પિતા કેમેરામાં કેદ થયા હતા.સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા લોકોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી હતી અને સરકારના દાવાની પોલ ખુલી પાડી દીધી હતી.

Advertisement

હાલ લઠ્ઠાકાંડ બાદ ભાજપના નેતાઓનો દારૂ કાંડ સામે આવ્યો છે.સુરતના પુણા વિસ્તારના ભાજપના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને ભાજપના બક્ષી પંચ મોરચાના વોર્ડ નંબર -16ના મહામંત્રી શાંતિલાલ સુતરીયા દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયોમાં દારૂના ગ્લાસ હોવાનું ચર્ચામાં આવી રહ્યું છે.સમગ્ર વીડિયોમાં સ્પષ્ટ થઇ ચૂક્યું છે.સાથે વિડીયોમાં સોન્ગ પણ વાગતું જોવા મળી રહ્યું છે.આ વિડીયોએ ભારે ચર્ચા વહેતી કરી છે.

Advertisement

વીડિયોમાં અભી જીંદા હું તો જીલેને દો,ભરી બરસાતમેં પી લેને દોનું ગીત પણ વાગી રહ્યું છે.અને બંને નેતાઓ વીડિયોમાં ચર્ચાઓ કરતા જોવા મળી રહ્યા છે.આ બંનેની સાથે અન્ય કેટલાક લોકો પણ હોવાનું જણાઈ રહ્યું છે.જોકે તે સ્પષ્ટ થઇ શક્યું નથી. જોકે હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.અને દારૂ પીવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.જોકે સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ સામે આવશે અને પોલીસ વિડીયોને આધારે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે પણ અહીં એક મોટો સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!