ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષોએ પ્રચાર તેજ કર્યો છે. ગુજરાત ભાજપનું હૃદય છે અને તેમાં પણ રાજકોટ તો ભાજપનો ગઢ છે. રાજકારણની દ્રષ્ટિએ રાજકોટ સિક્કો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. રાજકોટમાં લોકસભાની 1 અને વિધાનસભાની 4 સીટ છે જેમાં રાજકોટની પશ્ચિમ સીટનું મહત્વ ખુબ જ વધુ છે.
રાજકોટ પશ્ચિમની સીટ એટલા માટે ખાસ છે કેમકે આ સીટ પર અનેક રેકોડ બન્યા છે અને એક ખાસ ઇતિહાસ જોડાયેલો છે. ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ સોનાના સિક્કા જેવી છે. આ એ જ સીટ છે જ્યાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને એક સમયના ગુજરાતના નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા આ સીટ પર ચૂંટણી લડી ચુક્યા છે અને અનેક રેકોર્ડ સર્જ્યા છે.
વજુભાઇ વાળાની પ્રથમ ચૂંટણી
વર્ષ 1985માં વજુભાઇ વાળા પ્રથમ વખત મેયર બન્યા પછી રાજકોટની ધારાસભ્ય બેઠક 2 એટલે કે પશ્ચિમ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. આ સીટ પર ત્યારથી ભાજપની જ રહી હતી અને ભાજપ માટે અજય બેઠક રહી હતી. ગુજરાતના રાજકારણમાં વજુભાઇ વાળા 8 વખત ચૂંટણી જીત્યા હતા અને રેકોર્ડ 18 વખત ગુજરાતનું નાણાકીય બજેટ રજુ કર્યું હતું. 1985 થી 2012 સુધી 8 ધારાસભ્યની ચૂંટણી જીત્યા હતા.
વજુભાઇ વાળાએ મોદી માટે સીટ ખાલી કરી
ભારતના પ્રધાનમંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય સફર પણ આ જ બેઠક પરથી શરૂ થઇ હતી. વર્ષ 2002માં નરેન્દ્ર મોદી પોતે પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.વર્ષ 2002 નરેન્દ્ર મોદી માટે કોઈ બેઠક છોડવા તૈયાર ન હતું ત્યારે વજુભાઇ વાળાએ પોતાની રાજકોટની પશ્ચિમ બેઠક નરેન્દ્ર મોદી માટે ખાલી કરી હતી. નરેન્દ્ર મોદીએ આ બેઠક પર વિજય મેળવી ગુજરાતના 15માં મુખ્યમંત્રી બન્યા હતા. મોદીએ છકડો રીક્ષામાં બેસીને પ્રચાર કર્યો હતો અને 14 હજારથી પણ વધુ મતોથી વિજેતા થયા હતા તે પછીથી પાછળ વાળીને જોયું નથી અને આજે ભારતના વડાપ્રધાન પદ પર બિરાજમાન છે.
મોદીના પગલે રૂપાણી પણ જીત્યા
રાજકોટ વિધાનસભાની પશ્ચિમ સીટ પર ભાજપની જીત નિશ્ચિત મનાય છે. અહીં એવી માન્યતા છે કે જે ઉમેદવાર જીતે એ ગુજરાતનો મુખ્યમંત્રી બને છે. 2014ના વર્ષમાં વજુભાઇ વાળા કર્ણાટકના ગવર્નર બનતા આ બેઠક પર વિજયભાઈ ચૂંટણી લડ્યા હતા. જેમાં વિજય રૂપાણીનો ભવ્ય વિજય થયો હતો અને તે પણ નરેન્દ્ર મોદીની માફક ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
વર્ષ 2017ની ચૂંટણીમાં જામ્યો હતો જંગ
વર્ષ 2017ની વિધાનસભાની બેઠક પર ભાજપના વિજયભાઈ રૂપાણી અને તે વખતના કોંગ્રેસના ઉમેદવાર અને હાલમાં આમઆદમી પાર્ટીમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. બંને વચ્ચે પ્રચાર પુરજોશમાં કરવામાં આવ્યો હતો. 2017ની ચૂંટણીમાં પ્રથમ વખત એવું બન્યું હતું કે આ સીટ પર ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણીને કોઈ ટક્કર આપવા કોંગ્રેસ ઉમેદવાર આવ્યો છે પરંતુ પરિણામ ભાજપના પક્ષમાં જ ગયું હતું અને વિજય રૂપાણી જંગી મતોથી વિજયી બન્યા હતા.
I was pretty pleased to discover this page. I need to to thank you for your time for this wonderful read!! I definitely appreciated every bit of it and i also have you saved as a favorite to see new stuff on your web site.