39 C
Ahmedabad
Thursday, April 25, 2024

Mera Gujarat Impact : બાઈક પર સ્ટંટ અથવા તો જોખમી રીતે હંકારી તો ગયા સમજો… જોખમી રીતે રિક્ષા હંકારને પોલિસે ઝડપ્યો


અરવલ્લી જિલ્લામાં બાઈક સ્ટંટ તેમજ પૂરપાટ ઝડપે વાહનો હંકારવાની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય પહેલા મેઘરજ રોડ અને માલપુર રોડ વિસ્તારમાં બાઈકર્સ ગેંગ સક્રિય બની હતી જેને લઇને ડીવાયએસપી ભરત બસીયાએ બુલેટ ડિટેઇન કરી હતી. આ વચ્ચે શુક્રવાર મોડી રાત્રીનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોખમી રીતે રિક્ષાની પાછળ 2 લોકો લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા, જેનો અહેવાલ Mera Gujarat પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. સમગ્ર અહેવાલની ગંભીરતા જોઇ પોલિસે તપાસ હાથ ધરી રિક્ષા ચાલક ફરહાન હુસેન મુલતાનીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મોડાસાના માલપુર રોડ વિસ્તારનો શુક્રવાર મોડી રાત્રિનો એક વીડિયો મીડિયા પાસે આવ્યો હતો, જેમાં રિક્ષાની પાછળની બાજુએ બે વ્યક્તિઓ લટકેલા જોવા મળી રહ્યા હતી. આ લોકો સ્ટંટ કરી રહ્યા હતા કે, પછી રિક્ષાની અંદર વધારે લોકો બેઠેલા હતા, જેથી બહારની બાજુએ બે વ્યક્તિઓ લટકેલી હતી, તે ખ્યાલ નહોતો આવ્યો. પરંતુ જો રિક્ષામાં વધારે લોકો બેઠેલા હોય તો આવી રીતે પાછળ લટકીને જોવું તે કેટલે અંશે વ્યાજબી છે, જોખમી સવારી કરવી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું વ્યાજબી છે ખરું…? જો કોઇ મોટી દુર્ઘટના સર્જાત તો ….? આ અંગે Mera Gujarat એ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, ત્યારે પોલિસે કાર્યવાહી કરીને રિક્ષા ચાલકને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement

જુઓ વીડિયો,રિક્ષા પાછળ લટકીને જતા હતા… આ સ્ટંટ હતો કે મજબૂરી…? 

Advertisement

મોડાસા શહેરી વિસ્તારમાં રાત્રિના સમયે લોકો ચાલવા માટે જતાં હોય છે, ત્યારે બાઈકર્સ ગેંગ અથવા તો પૂરપાટ ઝડપે વાહનો હંકારતા લોકો માટે એક તમાચો છે. જો કોઇ વ્યક્તિ પૂરપાટ ઝડપે વાહન હંકાર્યું અથવા તો બાઈક પર સ્ટંટ કર્યા તો પોલિસ કડક કાર્યવાહી કરી શકે છે. વાહનો આપણી સુવિધા માટે છે નહીં કે, સ્ટંટ કરવા.

Advertisement
Advertisement

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!