નદીમાં માછલી પકડવા માટે નાખેલી જાળ માં અજગર ફસાતા માછીમારોના જીવ તાળવે ચોંટ્યા
હિંમતનગર શહેરના બલોચપુરા ગામ મા આવેલ નદીમા બલોચપુરા વિસ્તારના માછીમારો માછલી પકડવા માટે નદીમાં જાળ નાખી હતી ત્યારે બાદમાં નાખેલી જાળને બહાર નીકળતા માછલી પકડવાની જાળમાં અજગર ફસાઈ આવ્યો હતો ત્યારે જાળમાં અજગર પકડાઈ આવતા માછીમારોના જીવ તળવે ચડી ગયા હતા આ અંગે ની જાણ માછીમારોએ જીવદયા પ્રેમી ની સંપર્ક કરી બોલાવ્યા હતા.
ઘટનાની જાણ થતા જીવ દયા પ્રેમી ની ટીમ ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. નિકુલભાઇ શર્માએ જાળમાંથી અજગરનુ રેસ્ક્યુ કરી નીકાળી ને ત્યારબાદ અજગર ને સહી સલામત જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.