32 C
Ahmedabad
Saturday, April 20, 2024

અમેરિકામાં લાખ્ખો રૂપિયા ખર્ચી ગેરકાયદેસર પ્રવેશતા લોકો માટે : મેક્સિકોમાં એજન્ટોએ ઉભું કર્યું ‘મિની મહેસાણા’ વાંચો સમગ્ર અહેવાલ


ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકોમાં અમેરિકા જઈ ડોલર કમાવવા અને સેટ થવા માટે એક પ્રકારનું ગાંડપણ જોવા મળી રહ્યું છે અને ડોલરિયા કમાવવાની લાલચમાં અનેક લોકો અમેરિકામાં એજન્ટને લાખ્ખો કરોડો રૂપિયા આપી ગેરકાયદેસર ઘુસણખોરી કરી રહ્યા છે મોટે ભાગે એજન્ટો ગેરકાયદેસર કેનેડા વાયા મેક્સિકો થઇ અમેરિકામાં લોકો ને ઘુસાડી રહ્યા છે ત્યારે દિલ્હીના બે કબૂરતબાજી માટે પંકાયેલ એજન્ટે મેક્સિકોના કાકુન શહેરમાં જ મીની મહેસાણા ઉભું કરી દીધું છે

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરીકા ગેરકાયદેસર રીતે ઘુસાડવા માટે દિલ્હીના બે એજન્ટ અમેરિકાની સરહદ નજીક આવેલા કાકુન શહેરમાં મીની મહેસાણા ઉભું કરી લોકોને રોકાણ, ગુજરાતી ભોજન અને હોસ્પિટલની સુવિધા પૂરીપાડી રહ્યા છે અહીંયા 10 થી વધુ મહેસાણા અને ગાંધીનગરના લોકોને નોકરી પણ રાખવામાં આવ્યા છે સમગ્ર સુવિધા દિલ્હીના એજન્ટ પાબ્લોસિંહના બે માણસો ચલાવી રહ્યા છે

Advertisement

કાકુન શહેરમાં જે વિસ્તારમાં મીની મહેસાણા ઉભું કરવામાં આવ્યું છે તે સ્થળ અમેરિકાની સરહદ નજીક અને ગેરકાયદેસર પ્રવેશ માટે ટ્રાંજિસ્ટ પોઇન્ટ તરીકે જાણીતું છે જ્યાં સુધી અમેરિકામાં ઘુસાડવાની ચેઇન નક્કી ન થાય ત્યાં સુધી ગુજરાતીઓ માટે આ સ્થળ ઉભું કરાયું છે.

Advertisement

ગેરકાયદેસર પ્રવેશતા ગુજરાતીઓ કાયદેસરની કાર્યવાહી થી બચવા માટે આ સ્થળે રોકાણ કરે છે અમેરિકામાં ઘૂસવાનો યોગ્ય સમય ના આવે ત્યાં સુધી અહીં રોકાતા લોકોને તમામ સવલત પૂરી પડાય છે અને તેના માટે ચાર્જ પણ વસૂલવામાં આવે છે. આ તમામ બાબતોથી પરિચિત કાંકુનના એક સ્થાનિક શખસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે દિલ્હીના બે લોકો અહીં હોટેલ ચલાવે છે, જેમાંનો એક મેક્સિકો સરકારમાં મહત્વના હોદ્દા પર કાર્યરત છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!