33 C
Ahmedabad
Thursday, April 25, 2024

ચિલોડા થી હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર ઠેરઠેર મોટામસ ખાડાં


ચિલોડા થી હિંમતનગર નેશનલ હાઈવે આઠ ઉપર ઠેરઠેર મોટામસ ખાડાં
– પાણી ભરતાં વાહન ચાલકો વાહન સાથે ખાડામાં પટકાતાં કમર પણ ભાંગી જાય છે
– હાઈવે ઓથોરીટીમાં રજુઆતો છતાં કુંભકર્ણ નીદ્રામાં
– વાહન ચાલકો ની રજુઆતો છતાં સ્થિતિ જે સે થે ની
– તગડો ટોલટેક્સ લેતા હોવા છતાંય આંખઆડે કાન
– વાહન ચાલકો માટે રોડ બન્યો માથા નો દુખાવો
– ચિલોડા-હિંમતનગર નેશનલ હાઇવે બન્યો ખાડારીયો જયા જુઓ ત્યા મસ મોટા ખાડા

Advertisement

સાબરકાંઠા જિલ્લાનાં નેશનલ હાઈવે આઠ ચિલોડા થી હિંમતનગર રોડ ઉપર મોટામસ ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડે છે તો ખાડાઓ મા વરસાદી પાણી ભરાયેલ હોવાથી ખબર ના પડતા વાહન ચાલકો ખાડાઓ પટકાય છે
ચિલોડા-હિંમતનગર નેશનલ હાઈવે આઠ ઉપર છાલા , મજરા , તાજપુર , કમાલપુર , પ્રાંતિજ , સલાલ સહિત અનેક જગ્યાએ રોડ ઉપર ખોટા મસ ખાડા પડયાછે તો બીજી બાજુ ચોમાસાની સિઝન હોવાથી ખાડામાં પાણી ભરતાં આવતાં જતાં રોજિંદી અવર જવર સહિત ના વાહન ચાલકો ખાડામાં પડે છે ત્યારે વાહન ચાલકો ને કે તેમણાં વાહનોને કે તેમણે નાનીમોટી ઈજાઓ પોહચેછે ત્યારે અનેક વાર હાઈવે ઓથોરિટી માં વાહન ચાલકો દ્વારા રજુઆતો કરવા છતા તથા તગડો ટોલટેક્સ લેતા હોવા છતાં આંખઆડે કાન કરવામાં આવે છે ત્યારે હાલતો વાહન ચાલકો ને પોતાના વાહનો પાછળ ખર્ચ કરવાનો કે પોતે વાહન સાથે પટકાતાં તેવો ને પણ ર્ડાકટરી સારવાર લેવાનો વારો આવ્યો છે તો બીજીતરફ સીક્સ લાઈન ના કામને લઈ ને ઓવરબ્રીજ બન્યા છે અને ઓવરબ્રીજ નીચે પાણી જવાનો કોઇ નિકાલ ના હોય સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ રહેતા અનેક વાહન ચાલકો પાણીમા થઈ ને પ્રસાર થતા ખાડાઓ મા ધડાકાભેર પટકાય છે જયારે પાણી ભરાઈ રહેતા અનેક નાના વાહનો પાણીમા બંધ થઈ જાય છે ત્યારે હાલતો જેની જવાબદારી છે તે હાઇવે ઓથોરીટી હાલતો કુંભકર્ણ નિદ્રામાં હોય તેવું સ્પષ્ટ પણે જણાઇ આવેછે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!