32 C
Ahmedabad
Monday, June 5, 2023

અરવલ્લી : વાઇરલ ઇન્ફેક્શન અને તાવ સહિતની બિમારીમાં બાળકો સપડાયા, બાળકોમાં જોવા મળતી બીમારી ચિકનપોક્સ કે મંકીપોક્સ..!!


અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ધીમી શરૂઆત સાથે જ બિમારી માથુ ઉંચકી રહી છે. તાવ અને વાયરલ બિમારીના કેસો વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો આ બિમારીનો વધુ શિકાર બની રહ્યા છે. જીલ્લાની ખાનગી હોસ્પિટલમાં વાઈરલ ઇન્ફેક્શન, તાવ, ગળામાં સોજો સહીતની બીમારીથી પીડાતા બાળ દર્દીઓ વધી રહ્યા છે મોડાસા શહેર સહીત જીલ્લાની ખાનગી હોસ્પિટલો અને ક્લિનીક પર ચિકનપોક્સ જેવા લક્ષણો ધરાવતી બીમારીમાં સપડાઈ રહ્યા છે ત્યારે બાળકોમાં જોવા મળતો રોગ ચિકનપોક્સ કે મંકિપોક્સ અંગે તબીબો સહીત વાલીઓ અવઢવમાં મુકાયા છે જો કે રાહતના સમાચાર એ છે કે ચીકનપૉક્સની દવાથી બાળકોને બીમારી મટી જતી હોવાનું તબીબે જણાવ્યું હતું

Advertisement

અરવલ્લી જીલ્લામાં ચોમાસુ ધીરે ધીરે વધી રહ્યું છે સતત વાદળીયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા ઠેરઠેર ગંદકી ફેલાવા સાથે મચ્છર જેવી રોગજન્ય જીવાતોનો ઉપદ્રવ વધતા બિમારી માથું ઉંચકી રહી છે. બાર વર્ષ સુધીના અનેક બાળકો તાવ અને કફ-ઉધરસ જેવી વાયરલ બિમારીનો શિકાર બની રહ્યા છે.ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોમાં દરરોજ અંદાજે બસ્સો કેસ આવતા હોવાનું જાણવા મળે છે. ઋતુ પરિવર્તન થતા આ રોગચાળો વકર્યો હોવાનું માનવામાં આવે છે.હાલ એકતરફ કોરોનાના કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે ત્યારે જ બાળકોમાં તાવ અને વાયરલ ઉધરસ કફ જેવી બિમારીના કેસો વધતા ચિંતાની લાગણી ફેલાઇ છે.

Advertisement

બાળકોને નાસ લેવડાવો અને જંકફુડ ટાળો, રોગપ્રતિકાર શક્તિ વધે તેવો ઘરનો ખોરાક આપવા
હાલના વરસાદી-ભેજવાળા વાતાવરણમાં ઠંડક ને કારણે તાવ અને કફ-ઉધરસ જેવી વાયરલ બિમારીનો બાળકો શિકાર બની રહ્યા છે. આવા લક્ષણોવાળા બાળકોને નાસ (નેબ્યુલાઈઝર) લેવડાવવો જોઈએ તથા બજારના જંકફુડથી દુર રાખવા જોઈએ. એટલુ જ નહિ તાવ-કફ ઉધરસના લક્ષણોવાળા બાળકોને શાળાએ મોકલવાનો આગ્રહ વાલીઓએ રાખવો જોઈએ નહીં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!