31 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : ભિલોડા પોલિસની નાક નીચે હાઈ પ્રોફાઇલ જુગારધામ….!! “એવું લાગે તો પહેલેથી બંધ કરાવી દે છે”, બાતમી આપનાર કોણ..? સાંભળો…વાઈરલ ઓડિયો ક્લીપ


ભિલોડામાં જુગારધામ ચાલતું હોવાની ઓડિયો કલીપ વાયરલ
પોલીસ હોંફાળી-ફોફાળી બની, પોલીસ અજાણ..?
અમદાવાદ છારાનગરના ખેલીઓ 4 લાખ રૂપિયા કમાયા.. ને.. પોલિસીને ગંધ પણ ના આવી…!!!
ભિલોડા પોલિસ તો ઠીક જીલ્લા LCB અને SOG પોલીસની કામગીરી સામે પણ સવાલ
1 લાખ રૂપિયા હોય તેવા ખેલીને જુગારધામમાં એન્ટ્રી, ફોન બંધ અને અડધે થી બહાર નહીં નીકળવા મળેની વાત
અમદાવાદ, વડોદરા જેવી મેગા સીટીના ખેલીઓનો જમાવડો

Advertisement

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે ત્યારે બીજી તરફ આ મહિનામાં જુગાર રમનારાઓ પણ સક્રિય થાય છે.અરવલ્લી જીલ્લામાં શ્રાવણ માસના પ્રારંભ પહેલાં જ કેટલાક જુગરિયા તત્વો જુગારની રંગતમાં જોડાઈ ગયા છે. ભિલોડા નગરમાં ગુપ્ત સ્થળે હાઈપ્રોફાઈલ જુગારધામ ધમધમતું હોવાનો બે ખેલી વચ્ચેની વાર્તલાપ કરતો ઓડિયો વાઇરલ થતા પોલીસ દોડતી થઇ છે ભિલોડા પીઆઈ મનીષ વસાવાએ સોશ્યલ મીડિયા મારફતે ભિલોડા પંથકમાં ધમધમતા જુગારરધામનું સ્થળ જાણતા હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે. ભિલોડાના ભુતાવડ ગામમાં બે વર્ષ અગાઉ સાયબર ક્રાઈમે રેડ કરી મહારાષ્ટ્રના સટ્ટોડિયાને દબોચી લેતા સ્થાનિક પોલીસતંત્ર શંકાના દાયરામાં આવી ગયું હતું ત્યારે ભિલોડા નગરમાં ગુપ્ત સ્થળે હાઈપ્રોફાઈલ જુગારધામ ચાલતું હોવાની ઓડિયો કલીપ રવિવારે સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસબેડામાં હડકંપ મચ્યો છે.

Advertisement

એવું લાગે તો પહેલેથી બંધ કરાવી દે… આ બાતમી આપનાર કોણ…?

ઓડિયો ક્લીપ વાઈરલ થઇ છે, જેમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, ફોન કરનાર વ્યક્તિ પૂછે છે કે, કંઈ વાંધો તો નહીં આવે ને,, તો બીજી વ્યક્તિ કહી રહી છે, કે, એવું હોય તે જાણ કરી દે છે અને એવું લાગે તો પહેલેથી બંધ કરાવી દે છે. હવે સવાલ એ થાય છે કે, આમાં ભાઈબંધી કોની ? કોની નાક નીચે જુગારધામ ચાલી રહ્યો છે..? હાઈ પ્રોફાઈલ જુગારધામ ચાલતું હોવાની ભિલોડા પોલિને જરાય ગંધ ન આવી, અથવા તો પોલિસે નાક બંધ કરી દીધું કે શું..?

Advertisement

સાંભળો જુગારધામ અંગે વાતચીતનો ઓડિયો

Advertisement

ભિલોડામાં ચાલતા જુગારધામ અંગે બે ખેલીઓ વચ્ચે 1.20 સેકન્ડની ઓડિયો ક્લીપમાં ભિલોડામાં જુગારધામ ચાલુ કર્યું હોવાનું અને દરરોજ 20 લાખથી વધુનો જુગાર રમાડવામાં આવતો હોવાની અને અમદાવાદના સિંધી અને છારાનગર વાળા રમવા આવ્યા હોવાની અને મુન્નો નામનો જુગારી ભિલોડા રમવા આવ્યો હતો અને સારી સગવડ હોવાની વાતનો ઉલ્લેખ છે અને વડોદરાનો જગો હારી ગયો હતો તેમજ હાઈપ્રોફાઈલ જુગારધામમાં ખેલીના પ્રવેશ માટે એક લાખ રોકડ મોબાઈલ બંધ રાખવાની અને અધવચ્ચે થી બહાર નહીં નીકળવાની શરતે એન્ટ્રી મળતી હોવાનો ઓડિયો ક્લીપમાં ઉલ્લેખ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!