32 C
Ahmedabad
Monday, June 5, 2023

એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાનઃ ​​આ 17 એપ્સ સાથે ટ્રોજન વાયરસ આવ્યો પાછો


જો તમે એન્ડ્રોઇડ યુઝર છો તો તમારે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે ગૂગલ પ્લે સ્ટોરમાં ઘણી એપ્સમાં વાયરસ હોવાની પુષ્ટિ થઈ છે. ડોક્ટરવેબની મોબાઈલ એપના જૂન 2022ના રિવ્યુ રિપોર્ટ અનુસાર, મોટાભાગની એન્ડ્રોઈડ મોબાઈલ એપમાં ટ્રોજન વાયરસ જોવા મળ્યા છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, માલવેર વિશ્લેષકોને ગૂગલ પ્લે સ્ટોર પર ડઝનેક વાયરસ એપ્સ મળી છે, જેમાં મુખ્યત્વે એડવેર ટ્રોજન માલવેરનો સમાવેશ થાય છે. આ સાથે, સ્કેમર્સ દ્વારા ઉપયોગમાં લેવાતી નકલી એપ્સ અને ગોપનીય ડેટાને નિશાન બનાવતી અને ડેટાની ચોરી કરતી અન્ય એપ્લિકેશનો પણ મળી આવી છે.

Advertisement

લાખો લોકોએ આ ટ્રોજન કર્યા ડાઉનલોડ 
જો કે, એન્ડ્રોઇડ સ્પાયવેરની જૂનની પ્રવૃત્તિ મેની સરખામણીમાં 20 ટકા ઘટી છે. ઝડપથી ફેલાતા એડવેર ટ્રોજનની પ્રવૃત્તિઓમાં પણ ઘટાડો થયો છે. રિપોર્ટ અનુસાર, માલવેર વિશ્લેષકોએ ગૂગલ પ્લે પર ડઝનેક દૂષિત એપ્સ શોધી કાઢી છે, જેમાં એડવેર ટ્રોજન પણ છે.

Advertisement

આશ્ચર્યજનક બાબત એ છે કે, 9.89 મિલિયન (98.9 મિલિયન) થી વધુ લોકોએ આ 30 એડવેર ટ્રોજન ડાઉનલોડ કર્યા છે. જે એપ્સને ટ્રોજન માલવેર મળ્યાં છે તેમાં ઇમેજ-એડિટિંગ સોફ્ટવેર, વર્ચ્યુઅલ કીબોર્ડ, સિસ્ટમ ટૂલ્સ અને યુટિલિટીઝ, કૉલિંગ એપ્સ, વૉલપેપર કલેક્શનનો સમાવેશ થાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!