30 C
Ahmedabad
Thursday, April 18, 2024

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને રક્ષાબંધનની ભેટ, DAમાં આટલી ટકાવારી નક્કી!


રક્ષાબંધન પહેલા કેન્દ્રના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે. તેમના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ લગભગ પૂરી થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી વધારવાની જાહેરાત કરી શકે છે. આ વખતે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની ધારણા છે. આ વધારા બાદ ડીએ 34 ટકાથી વધીને 38 ટકા થશે.

Advertisement

કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં વધારો કરવામાં આવે છે. અત્યાર સુધી સરકારે જુલાઈ માટે ડીએમાં વધારો કર્યો નથી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા છે કે સરકાર ટૂંક સમયમાં ડીએમાં વધારો કરી શકે છે.

Advertisement

DAમાં વધારો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI) ના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે જૂન મહિનામાં છૂટક મોંઘવારી દર 7.01 ટકા પર પહોંચી ગયો છે. આ ફુગાવાનો દર આરબીઆઈના 2 થી 6 ટકાના નિશ્ચિત ફુગાવાના દર કરતા વધારે છે.

Advertisement

7મા પગાર પંચમાં લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા છે અને કેબિનેટ સચિવના સ્તરે 56,900 રૂપિયા છે. 38 ટકાના હિસાબે 18000 રૂપિયાના મૂળ પગાર પર વાર્ષિક DAમાં કુલ વધારો 6840 રૂપિયામાં મળશે. કુલ DAમાં દર મહિને રૂ. 720નો વધારો થશે. 56,900 રૂપિયાના મહત્તમ બેઝિક સેલરી બ્રેકેટમાં વાર્ષિક મોંઘવારી ભથ્થામાં કુલ વધારો 27,312 રૂપિયા થશે. આ સેલરી બ્રેકેટમાં 34 ટકાની સરખામણીમાં 2276 રૂપિયા વધુ મળશે.

Advertisement

લઘુત્તમ મૂળભૂત પગાર પર ગણતરી
કર્મચારીનો મૂળ પગાર રૂ. 18,000
નવું મોંઘવારી ભથ્થું (38%) રૂ. 6840/મહિને
અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (34%) રૂ 6120/મહિને
મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું 6840-6120 = રૂ.1080/મહિને
વાર્ષિક પગારમાં વધારો 720 X 12 = રૂ 8640

Advertisement

મહત્તમ મૂળભૂત પગાર પર ગણતરી
કર્મચારીનો મૂળ પગાર રૂ. 56,900
નવું મોંઘવારી ભથ્થું (38%) રૂ 21,622/મહિને
અત્યાર સુધી મોંઘવારી ભથ્થું (34%) રૂ. 19,346/મહિને
કેટલું મોંઘવારી ભથ્થું વધ્યું 21,622-19,346 = રૂ 2260/મહિને
વાર્ષિક પગારમાં વધારો 2260 X12 = રૂ. 27,120

Advertisement

સરકારના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાથી દેશના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો થશે કારણ કે તેમનો પગાર વધશે. વર્ષની શરૂઆતમાં સરકારે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો, ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધીને 34 ટકા થઈ ગયું હતું. હવે ડીએમાં 4 ટકાના વધારાને કારણે મોંઘવારી ભથ્થું વધીને 38 ટકા થશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!