26 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વદળો ઘેરાયા, ભિલોડા પંથકમાં વરસાદ


અરવલ્લી જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. જિલ્લાના ભિલોડા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભિલોડા નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

Advertisement

અરવલ્લી જિલ્લામાં હવમાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેની અસર સોમવાર વહેલી સવારથી જ જોવા મળી હતી. જિલ્લાના ભિલોડા, શામળાજી, મોડાસા, ધનસુરા, માલપુર, મેઘરજ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું.

Advertisement

ભિલોડા પંથકમાં ધોધમાર વરસાદ

Advertisement

ભિલોડા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તોરમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં લીલછા, માંકરોડા, ખલવાડ સહિતના ગ્રામ્ય વિસ્તોરમાં વરસાદ થતાં રસ્તોઓ પર પાણી ફરી વળ્યા હતા. તો લીલછા ગામના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

Advertisement

મોડાસા પંથકમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!