30 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી જિલ્લામાં સાંબેલાધાર, મોડાસામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી ઘૂંટણસમા પાણી ભરાયા


અરવલલ્લી જિલ્લામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. મંગળવાર મોડી સાંજે જિલ્લાના વિવિધ વિસ્તોરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ભિલોડા, મોડાસા, માલપુર, બાયડ, મેઘરજ, ધનસુરા સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ થતાં ઠંડક પ્રસરી હતી તો બીજી બાજુ વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું.

Advertisement

ભિલોડા શામળાજી હાઈવે પર ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી નહીંવત થઈ હતી જેને કારણે વાહન ચાલકોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લાના મોડાસા તાલુકામાં પણ ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસા શહેરના મેઘરજ રોડ વિસ્તારમાં રસ્તોઓ જળબંબાકાર થયા હતા તો મહાલક્ષ્મી ટાઉન હોલ વિસ્તરમાં જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. મોડાસા પંથકમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

જિલ્લાના માલપુર પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, જેને કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા, ખેતરોમાં પાણી ભરાઈ જતાં સોયાબીન, મગફળી તેમજ કપાસના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!